ગરમી અને બફારાથી ત્રાસીને કાગડોળે વરસાદની રાહ જાેઈ રહેલા નાગરિકોને આજે સવારથી જ વરસાદી માહોલની ઠંડકનું વરદાન મળ્યું હતું. દિવસભર વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા ઝરમર પડેલા વરસાદે શહેરીજનોના ચહેરા પર શીતળતાનો આનંદ લીપી આપ્યો હતો. ભલે રોજિંદા જીવનમાં વિક્ષેપ પડયા જેવું લાગે, પરંતુ તે છતાં ચોમાસામાં ૫ૂરતો વરસાદ થાય એવું તો સૌ ઈચ્છે છે. એટલું જ નહીં, આ માહોલને માણવા ઉત્સાહી હૈયાઓ વાહનો લઈ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નિકળી પડી મોજ માણે એ દૃશ્યો આજે સામાન્ય બની ગયા હતા. (તસવીર કેયુર ભાટીયા)