ડાંગ -

પોલીસ વિભાગ લાંચ લેવાના મામલે સૌથી બદનામ થઈ ગયો છે, ભ્રષ્ટાચારના મામલામાં પોલીસ તંત્ર સૌથી અવલ્લ નંબર પર છે. રોજે-રોજ એસીબી દ્વારા સરકારી બાબુઓની પોલ ખુલ્લી પાડી લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ડાંગ જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ એસીબીના હાથે લાગી ગયો છે, જે 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, વાલોડથી પોતાના ઘરે ટેમ્પો મહિન્દ્રા મેક્સ પીકઅપ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હોય છે. આ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા, હેડક્વાર્ટમાં ફરજ બજાવતા આર્મ પો.કોન્સ્ટેબલ યશવંત સોનુભાઈ પવારે ટેમ્પોને અટકાવીને તેની પાસેથી લાંચ માંગી હતી. 40 લીધા બાદ 10 હજાર રૂપિયા ન આપે તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી લાંચ લેતા કોન્સ્ટેબલને ACBએ ઝડપી લઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.