04, ઓગ્સ્ટ 2020
સામાન્ય જીવનમાં તાણનું પ્રમાણ વધ્યું છે. તેનું કારણ છે કોરોનાવાઈરસ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ છે. અત્યારે બધા લોકોમાં આ બીમારીનો ડર છે, તેથી સતત સજાગ રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર છે. શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે અને મોટાભાગનો સમય લોકો ઘરમાં વિતાવી રહ્યા છે.
આ તમામ કારણોથી તણાવ મગજ પર હાવી થઈ ગયો છે, જેના કારણે ઝઘડા, ચીડિયાપણું, હતાશા અને ગુસ્સો વધારે આવે છે. હંમેશાં આપણે ઘરની બહાર જઈને મિત્રોને મળીને તણાવ દૂર કરીએ છીએ, પરંતુ અત્યારે કોરોના કારણે આપણે કોઈને મળી શકતા નથી અને ક્યાય બહાર પણ નથી જઈ શકતા જેથી મુશ્કેલી ઉભી થઈ રહી છે.
સ્ત્રીઓ વધારે પ્રભાવિત થાય છે કેમ કે, તેઓ હકીકતમાં વધુ ભાવનાત્મક અને સંવેદનશીલ હોય છે, તેથી તેઓ તણાવમાં આવી જાય છે. પોતાની જવાબદારીઓ, સંબંધો, પરિવારની તે વધારે ચિંતા કરે છે, તેમના મનમાં ઘણું બધું ચાલતું હોય છે. જ્યારે તણાવ સહનશક્તિની બહાર થઈ જાય છે, તો તેની અસર શરીર અને વ્યવહારમાં જોવા મળે છે.