કન્ઝ્‌યુમર કંપનીઓનેે તહેવારોમાં જાેરદાર માંગની આશા


કન્ઝ્‌યુમર કંપનીઓ તહેવારોમાં જાેરદાર માંગની આશા સેવી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે કંપનીઓએ ૧૫% સુધી ઉત્પાદન વધાર્યું છે. ગત વર્ષે તહેવારો દરમિયાન આ કંપનીઓએ ઉત્પાદનમાં ૭% સુધીનો વધારો કર્યો હતો. રિટેલર્સ પણ તહેવારોની સીઝનમાં વધુ વેચાણની આશાએ ગત વર્ષની તુલનાએ વધુ સ્ટૉક મંગાવી રહ્યાં છે.

ઇલેક્ટ્રોનિક્સ અને એપેરલ કંપનીઓ પહેલાથી જ તૈયારી કરી રહી છે. તાજેતરના સમય દરમિયાન વધુ ગરમી અને ત્યારબાદ ભારે વરસાદ જેવા પડકારો વચ્ચે પણ તેઓએ તહેવારોને ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચરિંગ ચાલુ રાખ્યું હતું. આ સેક્ટર્સની કંપનીઓ માંગ પૂરી કરવા માટે પ્રીમિયમ મૉડલો પર ફોકસ કરી રહી છે. હ્લસ્ઝ્રય્ અને કન્ઝ્‌યુમર ડ્યૂરેબલ્સ જેવા સેક્ટર્સના ઉત્પાદનમાં પણ ઉછાળો નોંધાયો છે. ‘આ વર્ષે અમને ક્વિક કોમર્સ એટલે કે ગ્રાહકોથી ઓર્ડર લઇને ખૂબ જ ઓછા સમયમાં સામાન ઘર સુધી પહોંચાડવાના બિઝનેસમાં ખૂબ જ સંભાવના નજરે પડી રહી છે.પારલે પ્રોડક્ટ્‌સે પોતાના ઉત્પાદનમાં ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૦-૧૫% સુધીનો વધારો કર્યો છે. પારલે પ્રોડક્ટ્‌સના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે જણાવ્યું કે રક્ષાબંધનની સાથે તહેવારોની મોસમ શરૂ થવા સાથે જ અમને માંગમાં તેજી જાેવા મળી છે.કોલા-કોલા ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (ભારતીય વ્યાપાર) સંદીપ બજાેરિયા કહે છે, ‘અમે રિટેલર્સને વધેલી માંગને પહોંચી વળવા અગાઉથી તૈયાર રહેવામાં મદદ કરી રહ્યા છીએ.બિસ્લેરીના પ્રવક્તાએ કહ્યું, ‘તહેવારોની શરૂઆત સાથે, લોકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું શરૂ કરે છે. તહેવારો દરમિયાન, લોકો બહાર જમવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે માંગ અને વપરાશ બંને વધે છે.

રિટેલ ફેશનની મલ્ટી બ્રાન્ડ ચેઇન લાઇફસ્ટાઇલે ખરીદી અને સ્ટૉકમાં ૧૦%નો વધારો કર્યો છે. લાઇફસ્ટાઇલના ઝ્રઈર્ં દેવરાજન અય્યરે કહ્યું કે આ વર્ષે તહેવારની મોસમની સાથે સાથે લગ્નના મુહૂર્ત પણ વધારે હોવાથી માંગ વધવાની સંભાવના છે. એટલે જ વધુ સ્ટૉક માટે ઓર્ડર વધારી રહ્યાં છે.આ વર્ષે ગરમી દરમિયાન અપેક્ષિત બિઝનેસ ન થવાથી અનેક કંપનીઓ અને રિટેલર્સની પાસે ઇન્વેન્ટરી એટલે કે વણવેચાયેલો સ્ટોક વધ્યો છે. આ જ કારણથી આ સ્ટૉકને ક્લિયર કરવા માટે કંપનીઓ સરેરાશથી વધુ ડિસ્કાઉન્ટ અને ઑફર આપવા પર વિચારી રહી છે. લૉ અને એન્ટ્રી લેવલની પ્રોડક્ટ્‌સ પર વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. તહેવારો દરમિયાન બ્રાન્ડ્‌સ વધુ ઓફરો લઈને આવશે, કારણ કે ઘણી બ્રાન્ડ્‌સના વાર્ષિક વેચાણમાં એકલા ઓક્ટોબરનો હિસ્સો સામાન્ય રીતે ૨૦%થી વધુ હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution