બેંકોએ માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્‌સમાં વધારો કરતા કન્ઝ્‌યુમર લોન મોંઘી થઈ બેંકોએ માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્‌સમાં વધારો કરતા કન્ઝ્‌યુમર લોન મોંઘી થઈ


બેંકોએ માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્‌સમાં વધારો કર્યો છે. તેનાથી મોટાભાગે કન્ઝ્‌યુમર લોન મોંઘી થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની મોનિટરી પોલિસી સહિતની બેઠકમાં એક વખત ફરીથી રેટો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. પરંતુ બેંકોએ લોન મોંઘી કરી દીધી છે.

દેશની ત્રણ મોટી સરકારી બેંકોએ પોતાની લોન મોંઘી કરી દીધી છે. પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યુકો બેંકે પોતાની બઝી લોન પર માર્જિન કોસ્ટ લેડિંગ રેટ્‌સ (સ્ઝ્રન્ઇ)માં વધારો કર્યો છે. તેનાથી મોટાભાગની કન્ઝ્‌યુમર લોન મોંઘી થઈ ગઈ છે.

હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની મોનિટરી પોલિસી સમિતિની બેઠકમાં એક વખત ફરીથી રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને રેટને ૬.૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. પરંતુ બેંકોએ લોન મોંઘી કરવાનું શરૂ કરી દીધુ છે.બેંક ઓફ બરોડાએ ૧૨ ઓગસ્ટથી અમુક સમય માટે સ્ઝ્રન્ઇમાં ફેરફાર કર્યો છે. યુકો બેંકની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમિટીએ ૧૦ ઓગસ્ટથી અમુક ટેન્યોર વાળી લોનને મોંઘી કરી છે અને ૫ બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. કેનેરા બેંકે ૧૨ ઓગસ્ટથી બધા સમયગાળાની લોનના રેટમાં પાંચ બેસિક પોઈન્ટનો વધારો કરવાનો ર્નિણય કર્યો છે.કેનેરા બેંકે કહ્યું છે કે એક વર્ષના સમયની સ્ઝ્રન્ઇ ૮.૯૫ ટકાની છેલ્લા વ્યાજના મુકાબલે હવે ૯ ટકા થશે. ત્રણ વર્ષ માટે સ્ઝ્રન્ઇ ૯.૪૦ ટકા હશે જ્યારે બે વર્ષના સમય માટે આ ૯.૩૦ ટકા હશે.કોલકાતા બેસ્ડ પબ્લિક સેક્ટરની બેંકે એક મહિનાના સમય માટે સ્ઝ્રન્ઇને ૮.૩ ટકાથી વધીને ૮.૩૫ ટકા અને એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆરને ૮.૯ ટકાથી વધારીને ૮.૯૫ ટકા કરી દેવામાં આવી છે. તેણે એક મહિના માટે ટીબીએલઆરને ૬.૮૫ ટકા વધારીને ૬.૭ ટકા અને ૧૨ મહિના માટે ટીબીએલઆરને ૭.૦ ટકા વધારીને ૬.૯ ટકા કરી દીધું છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકે ટ્રેજરી બિલ બેંચમાર્ક સાથે જાેડાયેલા રેટમાં ૫-૧૫ આધાર પોઈન્ટની કિંમતની કમી કરી છે.

બેંક ઓફ બરોડાએ ત્રણ મહિનાના સમય માટે સ્ઝ્રન્ઇને ૮.૪૫ ટકાથી વધારીને ૮.૫ ટકા કરી દીધુ છે. બેંકે છ મહિનાના સમય માટે સ્ઝ્રન્ઇ ૮.૭ ટકાથી ૮.૭૫ ટકા કરી દીધુ છે. એક વર્ષની લોન માટે એમસીએલઆર ૮.૯ ટકાથી વધારીને ૮.૯૫ ટકા થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution