અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે. તેનું સેવન કરવાથી હેલ્ધી એજિંગ પ્રોસેસ થાય છે, જેનાથી યુવાવસ્થા જળવાઈ રહે છે. કેલિફોર્નિયાના વોલનટ કમિશન દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ, 50થી 60 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓ અઠવાડિયાંમાં 2 અખરોટનું સેવન કરવાથી હેલ્ધી એજિંગ પ્રોસેસ થાય છે.

આ રિસર્ચમાં NHS (નર્સિસ હેલ્ધ સ્ટડી)માં સામેલ 33,931 મહિલાઓના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વર્ષ1998થી 2002 સુધી કરવામાં આવેલાં રિસર્ચમાં મહિલાઓનાં ડાયટ, તેમને રહેલાં ક્રોનિક ડિસીઝ, તેમની યાદશક્તિ, માનસિક સ્વાસ્થ્ય અને ફિઝિકલ એક્ટિવિટી સહિતનાં પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું. 

રિસર્ચમાં સામેલ 16% મહિલાઓ હેલ્ધી જોવા મળી હતી. આ તમામ મહિલાઓ અખરોટનું સેવન કરતી હતી.