મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026  |   2574

ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈં (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ૧૯.૮૭ કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર ‘બિલ ઓફ એન્ટ્રી’ રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજાેના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ ૮૨,૮૦,૦૦૦ નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. ડ્ઢઇૈં એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ડ્ઢઇૈં એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution