ગુજરાતમાં કોરોના કેસામાં સતત ઘટાડો, નવા 38 કેસ નોંધાયા
15, જુલાઈ 2021

ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 38 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,885 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિના મોત થયા નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 90 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,13,673છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 637 છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution