ભોપાલ-

મધ્ય પ્રદેશથી ભાજપના સાંસદ સુધીર ગુપ્તાએ બૉલિવુડના અભિનેતા આમિર ખાન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. સુધીર ગુપ્તાએ કહ્યુ કે દેશની વધતી વસ્તી પાછળ આમિર ખાન જેવા લોકોનો હાથ છે. આમિર ખાન જેવા લોકો ભારતની વસ્તીનુ સંતુલન બગાડે છે. પત્રકારો સાથે વાત કરીને મંદસૌરના ભાજપ સાંસદે કહ્યુ કે ભારતની વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે કડક અને મજબૂત પગલાં લેવાની જરૂર છે.

દેશમાં વધતી વસ્તીને નિયંત્રિત કરવાની વકીલાત કરીને સુધીર ગુપ્તાએ કહ્યુ કે દૂર્ભાગ્યથી આમિર ખાન દેશના લોકો માટે હીરો છે, તેમણે રીના દત્તાને છોડી, તેનાથી આમિરના બે બાળકો છે પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને તેમને એક બાળક છે. આ ઉંમરમાં જ્યારે તેમની દાદા બનવાની ઉંમર છે ત્યારે તે ત્રીજી પત્ની શોધી રહ્યા છે. સુધીર ગુપ્તા આટલે ન અટક્યા તેમણે કહ્યુ કે શું આ જ સંદેશ એક હીરો આપે છે લોકોને. દુનિયાભરના લોકો કહતા હતા કે ઈંડા વેચવા સિવાય આ લોકો પાસે વધુ દિમાગ નથી, એ એટલુ જ કરે તો વધુ સારુ છે.