લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
2475
સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના અંકાલા ગામમાં રહેતા એક પરિવારમાં મોબાઈલ જાેવા મામલે નાના ભાઈએ જ મોટા ભાઈનું ઢીમ ઢાળી દેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જ્યારે આ અંગે પિતાએ મોટા પુત્રના મોત મામલે જાદર પોલીસ સ્ટેશનમાં નાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદ આધારે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ઈડર તાલુકાના અંકાલામાં રહેતા કાનાભાઈ લેબાભાઈ ભાંભીએ જાદર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપી અને ફરિયાદીનો નાનો પુત્ર સુનિલ (ઉંમર.વ.૩૫) નો મોબાઈલ તેમના મરણ જનાર મોટા પુત્ર અશ્વિ (ઉ.વ.૪૦) ને તેના નાના ભાઈને કહ્યા વગર જાેવા માટે લીધો હતો જેને લઈને બંને વચ્ચે ઝઘડો તકરાર થતા ફરિયાદી અને તેમના પત્ની વચ્ચે પડી ઝગડો ન કરવા સમજાવ્યા હતા ત્યારે તે સમયે ફરિયાદી નો કુટુંબી ભત્રીજાે આવી જતા તેણે બંને જણને સમજાવી ફરિયાદી અને તેમની પત્નીને તેના ઘરે લઈ ગયો હતો ત્યારે દસ થી પંદર મિનિટ બાદ ફરિયાદીના ઘરમાંથી બુમાબૂમનો અવાજ આવતા ફરિયાદી દોડી ગયા હતા અને ત્યાં જાેતાં તેમનો મોટો પુત્ર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને નાના પુત્રના હાથમાં લાકડું હતું જેમાં સુનિલે ઘરમાં પડેલ બળતણનું લાકડું લઈ આવી અશ્વિનને માથાના તથા કપાળના અને આંખની ભ્રમ્મરના ભાગે મારી દેતા લોહી વહી જતા કરૂણ મોત નિપજ્યું હતું જે બાદ જાદર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.