વડોદરા, તા.૫

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. જે પેપર કટિંગમાં દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું છે.

 વિવાદ વધવાને કારણે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી અને આવા ચિત્ર બનાવનાર વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવા તેમજ ફેકલ્ટીના ડીનને પણ હટાવવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન નો કાફલો પણ ફાઇન આર્ટ ફેકલ્ટી ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે.એબીવીપીના કાર્યકરોએ અને વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટીના ડીનની ઓફિસમાં બેસી ગયા છે અને તેમને બહાર કાઢવા જાેઈએ તેવી માંગ કરી હતી.જાેકે, હિન્દુ દેવી દેવતાઓના બીભત્સ ચિત્રને લઈ વિવાદ વકરતા વરીષ્ઠ ઘારાશાસ્ત્રી નિરજ જૈન પણ ફેકલ્ટી ખાતે દોડી આવ્યા હતા અને અવાર નવાર થતા દેવી દેવતાઓના અપમાનને લઈ વિરોઘ પણ નોંઘાવ્યો હતો અનેર્ડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જાેકે, એક તબક્કે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને વિરોઘ કરી રહેલા વિઘ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતુ.જાેકે, પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

આ પહેલા પણ ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટી સતત વિવાદોમાં રહી છે અને ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકાયેલા પેઇન્ટિંગ્સને લઇને વિવાદો સામે આવી ચૂક્યા છે. ભૂતકાળમાં ચંદ્રમોહન નામના આર્ટિસ્ટે હિન્દુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો અને મ્યુરલ બનાવ્યા હતા. તે સમયે પણ ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટી ખુબ જ વિવાદમાં આવી હતી.

ડીનના જવાબથી અસંતુષ્ટ વિદ્યાર્થી સંગઠન દ્વારા ડીનના રાજીનામાની માગણી

ડીનના જવાબથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ દ્વારા ડીનની ઓફિસમાં તોડફોડ કરીને ડીનના રાજીનામાંની માગંણી કરી હતી. જાેકે વધુ ધર્ષણ થાય તે પૂર્વે જ પોલીસની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફેકલ્ટીમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જેથી સમગ્ર ફાઈનઆર્ટસ ફેકલ્ટી પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. .

પોલીસની હાજરીમાં પત્રકારો પર હુમલોે કરવામાં આવ્યો

ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમના કાર્યને છુપાવવા તેમજ રુમમાં જતા અટકાવવા માટે પોલીસના હાજરીમાં જ કેમરામેનનું કોલર પકડીને હુમલો કરવામાં આવ્યો હતો. તે સિવાય અસભ્ય વર્તન કરીને લાગણી દુભાવવામાં આવી હતી.

આ પ્રકારનું કાર્ય અટકાવવા માટેનું જણાવતા ડીનનો ઉડાઉ જવાબ

લાગણી દુભાય તેવું કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતું અટકાવવા માટે વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવાની માંગ કરાતા ડીન દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા. તે ઉપારાંત આવતીકાલે યોજાવનારુ પ્રદર્શન મોકૂફ રહેશે કે કેમ તેની પણ જાહેરાત કરવામાં આવી ન હતી.