દાહોદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે. બીજી તરફ સ્કૂલો પણ ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સ્કૂલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. હવે દાહોદ જિલ્લાના લીમડીની સ્કુલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓ ચિંતિત બન્યા છે. લીમડીની બી પી અગ્રવાલ હાઇસ્કૂલમાં શિક્ષકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લાની વધુ એક શાળામાં કોરાનાની દસ્તક થઈ છે. શિક્ષકનો રિપોર્ટ પોઝીટીવ આવતા વિદ્યાર્થી-વાલીઓમાં ચિતા વધી છે. શાળાને ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા દેવગઢ બારીયામાં બે શિક્ષકોને કોરોના થયો હતો.