દિલ્હી-

વિશ્વ કોરોના માટે વેક્સિન કમર કસી રહી છે, પણ કોરોના વાઇરસ વિશ્વના દરેક ખૂણે પહોંચી ગયો છે, જેમાં હવે એન્ટાર્કટિકામાં કોરોના સંકમણના કેસ મળ્યા છે. ચિલી અધિકારીઓએ હાલમાં જ ઘોષણા કરી હતી કે એન્ટાર્કટિકામાં અથવા નૌકા દળના બે મિલિટરી બેઝ પર 58 લોકો ઘાતક રોગના સંકમિત માલૂમ પડ્યા હતા, જેમને ત્યાંથી હટાવીને ચિલીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.

એન્ટાર્કટિકામાં હાજર કોઈ અન્ય દેશે કોઈ પણ અન્ય કોરોનાના કેસની માહિતી જાહેર નથી કરી. ચિલીની સેનાએ સોમવારે જાહેરાત કરી હતી કે જનરલ બર્નાર્ડો ઓ’હિંગીસ રિક્લેમ એન્ટાર્કટિકા બેઝમાં ૩૬ લોકો કોરોના સંક્રમિત થયા છે અને મંગળવારે ચિલીના બાયોબિયો ક્ષેત્રના આરોગ્યપ્રધાને કહ્યું હતું કે ચિલીના નેવીના સાર્જન્ટ એલ્ડિયા સપ્લાય વેસલ્સ્માં સવાર લોકો સાથે સંકળાયેલા લોકો ૨૧ લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે. જ્યારે લાસ એસ્ટ્રેલાસ ગામમાં વધુ કેસ સામે આવ્યો છે.

સેનાએ કહ્યું હતું કે બધા લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે અને કોઈની હાલત ગંભીર નથી. ચારે તરફ દક્ષિણ સમુદ્રમાંથી ઘેરાયેલા એન્ટાર્કટિકાનો મોટા ભાગનો ભાગમાં બરફના પહાડોથી ઢંકાયેલો છે. આ દ્વીપમાં 38 રિસર્ચ સ્ટેશન ફેલાયેલાં છે. અહીં આશરે 1000થી વધુ લોકો રહે છે. કોરોના સંક્રમણથી તેમને બચાવવા માટે કેટલાય ઉપાયો કરવામાં આવન્યા હતા. એન્ટાર્કટિકાએ આ પહેલાં પર્યટન પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને કામગારીમાં કાપ મૂક્યો છે.

ચિલીની નેવીએ કહ્યું હતું કે સપ્લાય વેસલ્સે ૨૭ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમ્યાન કેટલોક સામાન ત્યાં પહોંચ્યો હતો, એ પછી ગયા વીકમાં ત્રણ લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું હતું. એ પછી સાર્જન્ટ એલ્ડિયા વેસલ્સ પરના તમામ લોકોને સત્તાવાળા દ્વારા ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.