દિલ્હી-

આઈસીએમઆરએ કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના ફરીથી સંક્રમણના ૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી બે કેસ મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, ફરીથી સંક્રમિત થવાની સમયસીમા 100 દિવસ નક્કી કરવામાં આવી છે. અનેક રિસર્ચ બાદ એ સામે આવ્યું છે કે, એક વખત સંક્રમિત થનાર વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે ચાર મહિના સુધી એન્ટીબોડી હાજર રહે છે.

ભાર્ગવે કહ્યું કે, ફરીથી સંક્રમણ એક સમસ્યા છે. જે પહેલવીર હોંગકોંગમાં સામે આવ્યો હતો. તેઓએ કહ્યું કે, વર્લડ હેલ્થ ઓર્ગેનાઈઝશન તરફથી અમને ડેટા મળ્યોછે. જેમાં દુનિયાભરમાં ફરીથી સંક્રમણના બે ડઝન મામલાઓનો ઉલ્લેખ છે. ફરીથી સંક્રમિત થનાર વ્યક્તિ સાથે ટેલિફોન પર વાત કરીને અમુક ડેટા એકત્ર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાર્ગવે કહ્યું કે, "હું"એ પણ જણાવ્યું નથી કે કોઈ વ્યક્તિ 90 દિવસ, 100 દિવસ કે ૧૧૦ દિવસ બાદ ફરીથી સંક્રમિત થઈ શકે છે. પણ હવે સરકારે તેની સમયસીમા 100 દિવસ નક્કી કરી દીધા છે. તેના પ્રમાણે 100 દિવસ સુધી ફરીથી સંક્રમિત થવાનો ખતરો છે.

દેશમાં રોજના સામે આવનાર નવા મામલાઓમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 10 દિવસોથી પ્રતિ દિવસ મૃત્યુ પામેલ વ્યક્તિની સંખ્યા પણ હજારથી ઓછી બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા પાંચ અઠવાડિયાથી પ્રતિ દિવસના સરેરાશ નવા કેસોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સરેરાશ દૈનિક કેસોની સંખ્યા 92,830 હતી જે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ઘટીને 70,114 પર આવી ગઈ છે. દેશભરમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. કેરળ, કર્ણાટક અને બંગાળમાં હાલત ઠીક નજર આવી રહ્યા નથી. કેરળમાં ફરીથી દેશભરમાં સૌથી વધારે નવા કેસો સામે આવી રહ્યા છે. કેરળમાં 8764, કર્ણાટકમાં 8191 અને બંગાળમાં 3631 નવા કેસો સામે આવ્યા છે. કેરળ અને બંગાળમાં સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર કરી ગઈ છે, જ્યારે કર્ણાટકમાં તેની સંખ્યા 7.26 લાખ છે.