કોરોના સંકટઃ બેંગ્લોર,હૈદરાબાદ,પૂના જેવા શહેરો નવા હોટસ્પોટ બનશે
18, જુલાઈ 2020 495   |  

દિલ્હી- 

દેશમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા ૧૦ લાખને વટાવી ગઈ છે. ચેપની સૌથી ખરાબ અસર તે મોટા શહેરોમાં જાેવા મળી, જ્યાં વસ્તી ૫૦ કરોડથી વધુ છે. નવીનતમ આંકડા દર્શાવે છે કે દેશમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને અમદાવાદમાં કેસ ઘટવા માંડ્યા છે, બીજી તરફ, બેંગ્લોર, હૈદરાબાદ અને પુના જેવા શહેરો નવા કોરોના હોટસ્પોટ બની શકે છે. જે શહેરમાં કેસોમાં સૌથી વધુ વધારો જાેવા મળ્યો છે તે બેંગાલુરુ છે. છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોના કેસોમાં સરેરાશ ૧૨.૯% નો વધારો થયો છે. બેંગાલુરૂ શહેરમાં દરરોજ ૮.૯% ના દરે મૃત્યુની સંખ્યા નોંધાઈ હતી.

મૃત્યુ દર (૧૦૦ કેસ દીઠ મૃત્યુ)ની વાત કરીએ તો અમદાવાદ આ યાદીમાં ટોચ પર છે. આ પછી, મુંબઈ અને કોલકતા આવે છે. ચેન્નઈમાં તેની વસ્તી સામેના પ્રત્યેક લાખ કેસોમાં ૮,૫૯૫ સૌથી વધુ કેસની ડેન્સિટી છે. આ પછી, કેસની ડેન્સિટીમાં મુંબઇ, પુના અને દિલ્હીનો નંબર છે. મુંબઈમાં અહીં પ્રત્યેક એક લાખ વસ્તીએ ૩૪૫ હતા, જે દેશમાં સૌથી વધુ છે. આ પછી અમદાવાદ અને દિલ્હી છે.

છેલ્લા ચાર અઠવાડિયાના ડેટા વિશ્લેષણ બતાવે છે કે રાજ્યો અને પ્રદેશોમાં સંક્રમણ નવા શહેરી કેન્દ્રો તરફ આગળ વધી રહ્ય્šં છે. ઉદાહરણ તરીકે, કોરોનાના કિસ્સામાં મુંબઈમાં દરરોજ જાેવા મળતા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ પુનામાં તે વધી રહ્યો છે. અમદાવાદમાં કેસો રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણા ઓછા દરે વધી રહ્યા છે, પરંતુ સુરતમાં આ વધારો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. ડેટા બતાવે છે કે ચેન્નઈમાં કોરોનાની ગતિ ધીમી પડી છે, પરંતુ હૈદરાબાદ અને બેંગાલુરુમાં સતત વધારો થતો રહે છે.

નવા શહેરોમાં સંક્રમણના વધતા દબાણ સાથે એવું પણ જાેવા મળ્યું છે કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મળી આવેલા કોરોના કેસોમાં ફેરફાર થયો છે. ઉદાહરણ તરીકે, દેશમાં સૌથી વધુ કોરોના કેસ મુંબઈમાં જાેવા મળ્યા હતા. અહીં સંક્રમણ નિયંત્રણમાં લેવામાં આવ્યું છે પરંતુ થાણે, કલ્યાણ, નવી મુંબઇ અને ભિવંડી વિસ્તારોમાં સંક્રમણના કેસ ફેલાવાનું સતત જારી રહ્યું છે. જૂન અને જુલાઈ મહિનાના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન શહેરમાં દરરોજ ફક્ત ૧,૦૦૦-૧,૫૦૦ કેસ નોંધાયા છે. આજુબાજુની ગીચ વસ્તી અને સેમી-રૂરલ વસાહતોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. આભાર - નિહારીકા રવિયા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution