દિલ્હી-

કોરોના વાયરસે આખા ભારતને ભરડામાં લીધું છે. દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. કેમેય કરીને કોરોના વાયરસનો કહેર કંટ્રોલમાં નથી આવી રહ્યો. સામાન્ય લોકોની સાથો સાથ કોરોનાની સારવાર કરનારા અનેક તબિબો પણ આ ઘાતક વાયરસના કારણે મોતને ભેટ્યા છે.

ભારત માટે આગામી સમય હજી પણ વધારે ગંભીર સાબિત થશે તેવી ચેતવણી ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના પ્રમુખે આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્ય્šં છે કે, આગામી ૧૫ દિવસ ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થશે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું છે કે, કોરોનાના કહેરને નાથવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો સૌથી વધુ ભોગ ડાૅક્ટરો પણ બની રહ્યાં છે. તેવી જ રીતે ડાૅક્ટરોમાં મૃત્યુઆંક પણ સૌથી વધારે છે. સૌથી વધુ ઉંમરવાળા તબીબોના મોત થયા છે. કુલ દર્દીમાં મૃત્યુદર ૨.૫ ટકા છે જ્યારે તબીબોમાં મૃત્યુદર ૮ ટકા જેટલો છે.

તેમના મતે અત્યાર સુધી ૧૩૦૨ સંક્રમિતમાંથી ૯૯ તબીબના મોત થયા છે. જેમાં ૫૪ પ્રેકટીસીંગ તબીબ, ૧૯૧ સર્જનના મોત થયા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, ૩૫-૫૦ વયના ૧૯ ડોકટર મોતને ભેટ્યા છે. જ્યારે ૫૦થી વધુ વયના ૭૩ તબીબોના મોત થયાં છે.

તેમણે ડોક્ટરોની કામગીરીને બિરદાવી હતી. ઈન્ડીયન મેડીકલ એસોસિએશના પ્રમુખે કહ્યું હતું કે, સૌથી વધુ કામ તબીબો કરી રહ્યાં છે. પરંતુ વધુ પડતા શ્રમથી ઈમ્યુનીટી ઘટે છે. માટે જ દર્દીમાં મૃત્યુદર ઓછો છે અને તબીબોમાં વધુ વધુ છે. તેમના મતે હાલ ભારતમાં કોરોનાની સ્થિતિ છે તે આગામી ૧૫ દિવસમાં વધારે વિકરાળ બની શકે છે. માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ ખુબ જ જરૂરી છે.

બીજી બાજુ ભારત ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની તૈયારીમાં છે. દેશમાં જે ઝડપે કોરોના વાયરસ મહામારી ફેલાઈ રહી છે, તેને ધ્યાનમાં રાખતા દુનિયાના તમામ દેશોની માફક ભારતમાં પણ વેક્સીન પર ઝડપથી કામ ચાલી રહ્ય્šં છે. જાેકે તબીબી નિષ્ણાંતોનું માનવું છે કે જાે વેક્સીન જલ્દી મળી જાય તો પણ ભારતના લોકોએ વર્ષો સુધી કોરોના વાયસર સાથે જ જીવવુ પડી શકે છે.

તબીબી નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જાે કોરોના વાયરસની વેક્સીન જલ્દીથી જ વિકસાવી લેવામાં આવે તો પણ ભારતની ૬૦ થી ૭૦ ટકા વસ્તીનું વેક્સીનનેશન એટલે કે ટિકાકરણ કરાવવામાં જ લગભગ ૨ વર્ષનો સમય લાગી જશે. હર્ડ ઈમ્યુનિટી સુનિશ્ચિત કરવા ઓછામાં ઓછા ૬૦ થી ૭૦ ટકા વસ્તીમાં રોગ પ્રતિકારકશક્તિ વધારવી જરૂરી છે.

કોરોનાને લઈને બનાવવામાં આવેલી દિલ્હી સરકારના પેનલના સભ્ય મેક્સ હેલ્થકેરના ડાૅક્ટર સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યું હતું કે, જાે નિર્ધારીત પ્રોટોકોલ પ્રમાણે આગળ વધવામાં આવે તો હર્ડ ઈમ્યૂનિટી માટે આપણે ૬૦ થી ૭૦ ટકા ટીકાકરણ કરવાની જરૂર રહેશે. જાે આપણને ડિસેમ્બર સુધીમાં કોરોનાની વેક્સીન મળી જાય તો પણ ભારતની ૬૦ ટકા વસ્તીનું ટીકાકરણ કરવામાં જ દોઢથી ૨૨ વર્ષ જેટલો સમય લાગી જશે.

ડો. બુદ્ધિરાજાના મતે દેશના લોકોએ કોરોના વાયરસ સાથે એવી રીતે જીવતા શીખવું પડશે જેવી રીતે આપણે ટીબી સહિતની અન્ય બીમારીઓ સાથે જીવી રહ્યા છીએ. મેડિકલ નિષ્ણાતોના મતે ભારતમાં સાર્વભૌમિક રસીકરણ એટલે કે દરેક વ્યક્તિને રસી આપવાનું પહેલેથી જ પડકારરૂપ રહ્યું છે.