ન્યુ દિલ્હી,

ચાઇના બિમારી કોરોના વાઇરસે જાણે કે ભારતમાં અડિંગો જમાવ્યો હોય અને જવાનું નામ ન લેતું હોય તેમ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.આજે શુક્રવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધુ ૧૩,૫૮૭ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના કેસો ૧૦ હજારની આસપાસ અને હવે ૧૨ હજારની આસપાસ બહાર આવી રહ્યાં છે.આ સાથે જ દેશમાં વિવિધ રાજ્યોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ૩ લાખ ૮૦ હજારને પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૩૩૬ લોકોના મોત થયા છે. તે સાથે કોરોનાને કારણે અત્યાર સુધી કુલ ૧૨,૫૭૩ લોકોએ જીવ ગુમાવી ચૂકયા છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાથી છેલ્લાં ૨૪ કલાકમાં ૩૩૬ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૩,૮૦,૫૩૨ થઈ ગઈ છે જેમાં ૧,૬૩,૨૪૮ જેટલા કેસ સક્રિય છે અને ૨,૦૪,૭૧૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

મહારાષ્ટમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૨૦,૫૦૪ પર પહોંચી ગઈ છે. જેમાં ૫૩,૯૧૫ એકટીવ કેસ છે અને ૫,૭૫૧ લોકોના આ જીવલેણ બીમારીથી મોત થઈ ગયા છે. દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાના કુલ ૪૯,૯૭૨૯ કેસ નોંધાયા છે જેમાંથી ૨૬,૬૬૯ એકટીવ કેસ છે અને ૨૧,૩૪૧ લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૧૯૬૯ લોકોના મોત થયા છે.

તમિલનાડુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૫૨,૩૪ પર પહોંચી ગઈ છે જેમાંથી ૨૩,૦૬૮ એકટીવ કેસ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૬૨૫ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૮,૬૪૧ દર્દીઓ રિકવર થઈ ગયા છે.

આ સાથે એક અન્ય અહેવાલ પ્રમાણે, દેશમાં કોરોનાની સંખ્યા વધીને ૩ લાખ ૮૧ હજાર ૯૧ થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધી ૨ લાખથી વધારે દર્દી સાજા થયા છે.છેલ્લા ૫ દિવસમાં ૪૨ હજાર ૮૫૬ લોકો સાજા થયા છે. ગુરુવારે સૌથી વધારે ૧૩ હજાર ૮૨૬ કેસ મળ્યા હતા. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૨ લોકોના મોત થયા હતા.

દિલ્હીમાં સતત બીજા દિવસે રેકોર્ડ ૨૮૭૭ સંક્રમિત મળ્યા હતા. અહીંયા ૫૦ હજારની આસપાસ દર્દીઓની સંખ્યા થઈ ગઈ છે. તો બીજી બાજુ મહારાષ્ટમાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૩૭૫૨ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૨૦ હજાર ૫૦૪ થઈ ગઈ છે.

મહારાષ્ટમાં ગુરુવારે ૩૭૫૨ નવા દર્દી મળ્યા અને ૧૦૦ લોકોના મોત થયા હતા. મુંબઈમાં ૧૨૯૮ કેસ વધ્યા હતા. અહીંયા કુલ ૬૨ હજાર ૭૯૯ કેસ થયા છે. પોલીસના ૨૮ જવાનોમાં સંક્રમણની પુષ્ટી થઈ અને ૩ લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૨૦ હજાર ૫૦૪ છે, જેમાંથી ૫૩ હજાર ૯૦૨ એકટીવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૫૭૫૧ મોત થયા હતા.

ઉત્તરપ્રદેશમાં ગુરુવારે કોરોનાના ૬૦૪ દર્દી વધ્યા અને ૨૩ લોકોના મોત થયા હતા. કાનપુરમાં ૫૪, ગૌતમબુદ્ધનગરમાં ૫૦, બુલંદશહરમાં ૪૮ અને ગાઝિયાબાદમાં ૩૮ કેસ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૫ હજાર ૭૮૫ થઈ ગઈ છે, જેમાંથી ૫૬૫૯ એકટીવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૪૮૮લોકોના મોત થયા છે.

જ્યારે, મધ્યપ્રદેશમાં ગુરુવારે ૧૮૨ સંક્રમિત મળ્યા અને ૪ લોકોના મોત થયા છે. ઈન્દોરમાં ૫૭, ભોપાલમાં ૫૦ અને સાગરમાં ૬ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૧ હજાર ૪૨૬ થઈ ગઈ છે. જેમાંથી ૨૩૦૮ એÂક્ટવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૪૮૬ લોકોના મોત થયા છે. તો બીજી તરફ સરકારે પાંચમાં ધોરણ સુધીના બાળકો માટે ઓનલાઈન સ્ટડી પર પ્રતિબંધ લગાવ્યો છે.

રાજસ્થાનમાં ગુરુવારે ૩૧૫ નવા કેસ સામે આવ્યા અને ૧૭ લોકોના મોત થયા હતા. ભરતપુરમાં ૯૨, જયપુરમાં ૪૬, પાલીમાં ૩૩, જાધપુરમાં ૨૯ કેસ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૧૩ હજાર ૮૫૭ પહોંચી ગયો છે, જેમાંથી ૨૭૮૫ એકટીવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૩૩૦ લોકોના મોત થયા હતા.

બિહારમાં ગુરુવારે ૧૦૦ નવા સંક્રમિત મળ્યા અને ૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દરભંગામાં ૨૧, રોહતાસમાં ૧૯ અને પટનામાં ૧૪ કેસ વધ્યા છે. આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સંખ્યા ૭૦૪૦ થઈ ગઈ, જેમાંથી ૨૦૩૫ એકટીવ કેસ છે. સાથે જ અત્યાર સુધી ૪૪ દર્દીઓના મોત થયા છે.