ન્યુ દિલ્હી, તા.૩૧
ભારતમાં શનિવારે કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧.૮૨ લાખને પાર થઈ ગયો, ૧.૫ લાખ કેસ થયાના ત્રણ દિવસ બાદ કુલ આંકડો ૧.૭૫ લાખ પર પહોંચ્યો છે. શનિવારે સૌથી વધુ એક દિવસમાં નોંધાયેલા કેસનો આંકડો ૮૦૦૦ને પાર થઈ ગયો છે. પાછલા ૧૦ દિવસમાં ૭મી વખત સૌથી વધુ નવા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો ૫૦૦૦ને પાર થઈ ગયો છે, જેમાં શુક્રવારે ૨૭૦ લોકોના મોત બાદ શનિવારે વધુ ૨૦૦ લોકોના નોંધાયા છે. ભારતમાં કોરોના કેસનો આંકડો ૧,૮૨,૧૪૩ થઈ ગયો છે, જેમાં સરકારી આંકડા મુજબ શનિવારે વધુ ૮,૦૨૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટÙમાં બીજા નંબરના સૌથી વધુ ૨,૯૪૦ કેસ નોંધાયા છે. ચાર રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે આ પ્રમાણે છે – દિલ્હીમાં ૧,૧૬૩, તામિલનાડુમાં ૯૩૮, ઓડિશામાં ૧૨૦ અને ઝારખંડમાં ૭૧ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં વધુ ૪૧૨ નવા કેસ નોંધાયા છે, પશ્ચિમ બંગાળમાં ૩૧૭, ઉત્તરપ્રદશમાં ૨૬૨, મધ્યપ્રદેશમાં ૨૪૬, બિહારમાં ૨૦૮, હરિયાણામાં ૨૦૨, કર્ણાટકામાં ૧૪૧, આસામમાં ૧૨૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે, ૪૩૦૦ કરતા વધારે કોરોનાના દર્દીઓને સાજા થયા બાદ હોÂસ્પટલમાંથી રજા મળી છે, દેશમાં કુલ ૮૬,૬૬૦ લોકો કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે.
મુંબઈ કોરોના વાયરસનું સૌથી મોટું હોટસ્પોટ બન્યું છે, જ્યાં એક દિવસમાં ૫૪ લોકોના મોત નોંધાયા. શહેરમાં કુલ ૧,૨૨૭ લોકોના મોત થઈ ગયા છે.
શનિવારે ૨,૯૪૦ કેસ નોંધાયા બાદ મહારાષ્ટÙમાં કોરોના વાયરસનો આંકડો ૬૫,૧૬૮ થયો છે, ૨૨મી મેએ નોંધાયેલા એક દિવસના સોથી વધુ કેસ જેટલો આંકડો શનિવારે વધ્યો છે. જ્યારે ૨૪મી મેના રોજ એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૩,૦૪૧ કેસ નોંધાયા હતા.
વધુ ૨૭ મોત સાથે ગુજરાત દેશમાં બીજા નંબરે આવતું રાજ્ય બન્યું છે જ્યાં ૧૦૦૦ કરતા વધારે લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે થતા મોતની ટકાવારી ૬.૨% છે.
ગુજરાત ચોથા નંબરનું રાજ્ય બન્યું છે જ્યાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬,૦૦૦ને પાર થઈ ગયો છે. રાજ્યમાં ત્રણ દિવસમાં ૧૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ચાર દિવસમાં ૧૦૦નાં મોત નોંધાયા છે. ગુજરાતમાં ૨૩મી માર્ચે પહેલું મૃત્યુ નોંધાયા બાદ સરેરાશ લગભગ રોજના ૧૫ લોકોના મોત થઈ રહ્યા છે. પાછલા ૨૪ કલાકનો આંકડો જાઈએ તો અમદાવાદમાં સરેરાશ દર એક કલાકે એક મોત નોંધાયું છે.
૩ દિવસમાં ૨૫૦૦૦ કેસો નોંધાયા
દેશમાં કોરોના વાયરસની ગતિ ડરાવી રહી છે. મે મહિનાનાં છેલ્લા ૧૦ દિવસમાં નવા કેસોમાં જે રીતે વધારો થયો છે તેના કારણે ચિંતા બમણી થઈ છે. કોવિડ -૧૯ સાથેની પરિÂસ્થતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા ત્રણ દિવસમાં ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. રવિવાર અને શનિવારે ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના ૮,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૧૦ દિવસમાંથી ૭ દિવસ નવા કેસની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. ભારતમાં ૫,૦૦૦થી વધુ કોરોના વાયરસ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
Loading ...