દિલ્હી-

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી દુનિયાભરમાં 2.33 કરોડ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે અને તેમાંથી 8 લાખ 7 હજારથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે આ રોગચાળામાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો 1 કરોડ 59 હજારને પાર પહોંચી ગયો છે. જો કે, દુનિયાભરમાં હજુ પણ 67 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ આવ્યા છે અને 5089 લોકોનાં મોત થયા છે.

વર્લ્ડોમીટર અનુસાર, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પહેલ નંબરે છે. અહીં અત્યાર સુધી 58 લાખથી વધુ લોકો સંક્રમણ થઈ ચૂક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 43 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 952 લોકોનાં મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 46 હજાર કેસ આવ્યા છે. કોરોનાથી સૌથી વધુ મોત અમેરિકા અને બ્રાઝીલમાં થઈ રહી છે. દુનિયામાં દરરોજ સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં સામે આવી રહ્યાં છે. 

અમેરિકા : કેસ- 5,840,869, મોત- 180,152 , બ્રાઝીલ : કેસ- 3,582,698, મોત- 114,277, રસિયા : કેસ- 951,897, મોત- 16,310, ભારત : કેસ- 3,043,436, મોત- 56,846, મેક્સિકો : કેસ- 549,734, મોત- 59,610 , સાઉથ આફ્રિકા : - કેસ- 607,045, મોત- 12,987, પેરૂઃ કેસ- 576,067, મોત- 27,245, કોલંબિયા : કેસ- 533,103, મોત- 16,968, સ્પેન : કેસ- 407,879, મોત- 28,838, ચિલી : કેસ- 395,708, મોત- 10,792