બેંગ્લોર-

દેશમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં હવે કર્ણાટકમાં મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પાના સ્ટાફના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝીટીવ જાહેર થતા યેદુરપ્પાએ સાવધાની ખાતર પોતે વર્ક ફ્રોમ હોમ કરવાનો નિર્ણય લીધો છે. 

કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે તેમના આફિસ-કમ-હોમમાં કામ કરતા સ્ટાફનો વ્યકિત કોરોના પોઝિટિવ આવતા સાવચેતીના પગલાંપે તેમણે ઘરેથી કામ કરવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં તેમણે લોકોને જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે. ચિંતા કરવાની જર નથી. તેઓ ઘરેથી ઓનલાઇન કામ કરીને દિશાનિર્દેશ અને સુઝાવ આપશે. કોરોના વાઇરસના રોગચાળાનો પ્રસાર રોકવા માટે સાવચેતીના પગલાંપે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા તેમણે લોકોને અપીલ કરી હતી. 

યેદુરપ્પાએ કહ્યું કે મારા આવાસ કમ ઓફીસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પોઝીટીવ જાહેર થયા છે તેથી એ સાવચેતી ખાતર હવે મારા ઘરમાં જ રહીને સતાવાર કામકાજ કરવા નિર્ણય લીધો છે અને તેમના પણ કોરોના ટેસ્ટ થશે. હજું થોડા દિવસ પુર્વે જ યેદુરપ્પાના સતાવાર આવાસને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું. જો કે સીએમઓમાં ફરજ બજાવતા કેટલા કર્મચારીઓને પોઝીટીવ થયા છે તે જાહેર થયું નથી.