અમદાવાદ-

ભારતમાં કોરોનાનો ચેપ ફરી એક વખત વેગમાં જોવા મળ્યો છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ઠંડા દિવસોમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોએ તેમના મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાની પણ જાહેરાત કરી છે.

21 નવેમ્બરની રાતથી મધ્યપ્રદેશના ઇન્દોર, ગુજરાતનાં સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્દોરમાં, લોકો સવારે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ઘર છોડી શકતા નથી. તેમજ તેની સમયમર્યાદા ગુજરાતના શહેરોમાં સવારે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાખવામાં આવી છે. ગુજરાતનાં અમદાવાદમાં રાત્રી કરફ્યુની સાથે સાથે બે દિવસ-ત્રણ રાતનો સંપૂર્ણ કરફ્યુ અમલી જ છે. હાલમાં જ રાજસ્થાને પણ તેના 8 જીલ્લામાં કરફ્યુની જાહેરત કરી દીધી છે.

જો કે, તમામ જગ્યાઓએ નાઇટ કર્ફ્યુ દરમિયાન, ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને છૂટ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે ઈન્દોરમાં કોરોનાના 546 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ચેપનો કુલ આંકડો વધીને 37,661 પર પહોંચી ગયો છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે અહીં 1,515 નવા કેસ નોંધાયા હતા. આ સાથે અહીં કુલ કોરોના કેસ 1,95,917 નોંધાયા છે. તેમની વચ્ચે 13,285 સક્રિય કેસ છે.