સુરતમાં કોરોના રિકવરી રેટ 76 ટકા પહોંચ્યો
01, ઓગ્સ્ટ 2020 495   |  

સુરત-

સુરતમાં કોરોના રિકવરી રેટમાં વધારો થયો છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ડીન જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન સ્થિતીના પગલે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવા તેમજ તમામ પ્રકારની સાધની સામગ્રી ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના સાધનોની હાલ અછત નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓને હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે સુરતનો રિકવરી રેટ પણ ૭૬ ટકા જેટલો ઊંચો થયો છે. આ તમામ કામગીરીનું મોનિટરીંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડેશ બોર્ડના માધ્યમથી કરી રહ્યા છે. ૧૦૦૦ બેડની હોસ્પિટલના તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ પ્રવર્તમાન સ્થિતિમાં રેમડેસીવીર, ટોસિલિઝુમેબ સહિત અન્ય ઇન્જેક્શન અને દવાની સામગ્રીઓનો પણ સંપૂર્ણ સ્ટોક છે. આ ઉપરાંત શનિવારથી ૧૭,૦૦૦ લીટરની ઓક્સિજન ટેન્ક પણ કાર્યરત થઈ જશે, તથા હોસ્પિટલમાં ૧૬૦ ICU બેડ સહિત અન્ય ૨૫ બેડ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution