બાલાસિનોરમાં કોરોનાનો કહેર યથાવત : આજે વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા

બાલાસિનોર, તા.૧૫ 

બાલાસિનોરમાં આજે કવિડ-૧૯ સંક્રમણનાં ૪ નવાં કેસ પોઝિટિવ મળી આવતાં મહિસાગર જિલ્લામાં કોરોના વાઇરસના કેસનો આંકડો બેવડી સદી વટાવી આખરે ૨૧૨ પર પહોંચી ગયોે છે, જેમાં બાલાસિનોરના દેવ શેરીમાં ૧ અને વૃંદાવન સોસાયટીમાં ૩ મળી કુલ ૪ પોઝિટિવ કેસ મળતાં તંત્ર એક્શનમાં આવ્યું હતું. બીજી બાજુ નગરજનોને જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ બજારમાં સોશિયલ ડિસ્ટન્સની પરવા કર્યાં વગર ફરતાં જાેવા મળી રહ્યાં છે.

કોરોનાના સંક્રમણથી ૫૪ વર્ષીય પુરુષનું મોત

સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રોકેટ ગતિએ ફેલાવો થઈ રહ્યો છે. બાલાસિનોરના દેવ શેરી વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષના પુરુષ દર્દીનું બાલાસિનોરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution