સુરત-
સુરતમાં કોરોના ફરી એકવાર બેકાબુ બની રહ્યો છે. જેને લઈની પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ખાસ કરીને શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના નવા ૬ કેસો નોંધાયા છે. અને કોરોનાનું સંક્રમણ ટ્રાવેલ કરીને આવતા લોકોમાં વધી રહ્યું છે. જેને લઈને પાલિકા ધ્વારા ચેક પોસ્ટ ટેસ્ટીગ વધારવામાં આવ્યુ છે. કોરોનાના આ કહેરમાં હવે કાપડ માર્કેટ અને શાળાઓ હોટસ્પોટ બની રહી છે. જેને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે.
સુરતમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસો ૫૦ની પણ અંદર આવી રહ્યા હતા. જાેકે હવે તે વધીને ફરી ૨૦૦ કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને પાલિકા તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીએ જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાના સ્ટ્રેઈનના નવા ૬ કેસો નોંધાયા છે જેમાં ૫ યુ.કે સ્ટ્રેઈનના અને એક આફ્રિકન સ્ટ્રેઈનનો કેસ નોંધાયો છે.
કોરોનાનો નવો જ સ્ટ્રેઈન વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે. જેને લઇને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી. આ સાથે અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યોમાંથી ટ્રાવેલ કરીને આવતા લોકોને સેલ્ફ કવોરન્ટાઈન થવા પણ આદેશ કર્યો છે. અને જાે કોઈપણ પ્રકારના કોરોનાના લક્ષણ દેખાય તો તુરંત જ ટેસ્ટિંગ કરાવી લેવા માટે ખાસ અપીલ કરી છે. સુરત શહેરમાં કોરોના કુલ કેસોનાં ૫૦ ટકા જેટલા કેસો તો માત્ર રાંદેર અને અઠવા વિસ્તારના છે. આ વિસ્તાર સાથે હવે છેલ્લા બે દિવસથી ઉધના, વરાછા અને લિંબાયતમાં પણ કેસ વધી રહ્યા છે. ૪૦ ટકા કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા છે. જેને લઇને ચેક પોસ્ટ ટેસ્ટીગ વધારવામાં આવ્યુ છે.
શહેરના હવે કાપડ માર્કેટ અને શાળા-કોલેજાે કોરોનાનાં નવા સુપર સ્પ્રેન્ડર બની રહી છે. જેને લઈને સ્કૂલ કોલેજ અને કાપડ માર્કેટમાં ૨૦ કરતા વધુ ટીમ દ્વારા ૧૨ હજાર કરતા વધુ ટેસ્ટીગ કરાઈ રહ્યા છે. પાલિકાની ટીમે ૩૭ સ્કૂલ-કોલેજમાં ૨૪૮૪નું ટેસ્ટીંગ કર્યું હતું. જેમાં ૧૪ કેસ પોઝિટીવ મળી આવ્યા છે.
Loading ...