બાળકો માટે કોરોનાની રસી સલામત: ફાઇઝર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, સપ્ટેમ્બર 2021  |   1089

દિલ્હી-

બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષના સ્વસ્થ બાળકોને શાળાની અંદર જ ફાઇઝરની કોવિડ વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષણ વધારે કથળતું અટકે તે આશાઓ સાથે યુકે સરકાર બાળકોને ફાઇઝરનો સિંગલ વેક્સિન ડોઝ આપી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં ૧૬ વર્ષથી નીચેની વયના ૩૦ લાખથી વધુ બાળકો છે અને મંત્રીઓને આશા છે કે ઓછામાં ઓછા ૬૦ ટકા બાળકો ઓફરને ઉપાડી લેશે. વિશ્વભરમાં કોરોના સામે લડવાના મોરચે બાળકોની સુરક્ષાને લઇને ભારે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે આ ચિંતાને ખતમ કરવાને લઇને ફાઇઝર અને મ્ર્ૈદ્ગ્‌ીષ્ઠરએ મોટી જાહેરાત કરી છે. આ કંપનીઓની સોમવારની જાહેરાત અનુસાર તેમની કોવિડ-૧૯ વેક્સિનની પાંચથી ૧૧ વર્ષના બાળકો ઉપર અત્યંત મજબૂત અસર જાેવા મળી છે. હવે કંપની અમેરિકા અને યુરોપ સહિતના વિશ્વના દેશોમાં તેના ઉપયોગની મંજૂરી મેળવવા માટે ટૂંક સમયમાં અરજી કરવાની તૈયારીમાં છે. કંપની દાવો કરે છે કે વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં ૫-૧૧ વર્ષના બાળકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ જાેવા મળ્યો હતો કે જે અગાઉ ૧૬-૨૫ વર્ષના લોકોમાં જાેવા મળેલા રિસ્પોન્સ સાથે સમાનતા ધરાવે છે. નાના બાળકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સમજાવવા ઘણીવાર મુશ્કેલ થઇ જતાં હોય છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution