હવે વોટસએપ પરથી કોરોના વેકસીન સ્લોટ બુક કરાવી શકાશે, જાણો કેવી રીતે 

દિલ્હી-

દેશમાં કોરોના વેકસીનેશનની કામગીરીમાં ઝડપ આવી રહી છે અને હવે આરોગ્ય મંત્રાલયે વોટસએપ મારફત પણ વેકસીનની એપોઇટમેન્ટ મેળવી શકાશે તેવી સુવિધા ઉભી કરી છે. આ માટે વોટસએપ નંબર +91 90131 51515 ઉપર જઇને વેકસીનેશનનો સમય બુક કરાવી શકશો. સરકાર હાલ સુધી કોવિડના એપ ઉપર વેકસીનનો સ્લોટ મેળવવાની સુવિધા આપતી હતી પણ હવે સામાન્ય વ્યકિતને આ પ્રકારની એપ ડાઉનલોડ કરીને તેના પર જઇ વેકસીનેશન રજીસ્ટ્રેશન બુકીંગ કરાવવાનું વધુ અઘરૂ હતું અને તેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ફકત મિનિટોમાં કોવિડ વેકસીનનો સ્લોટ બુક કરાવવાની નવી સિસ્ટમ ચાલુ થઇ છે તેવુ જાહેર કર્યુ છે. જેમાં વોટસએપ પર માય ગર્વમેન્ટ ઇન્ડિયા કોરોના હેલ્પ ડેસ્ક પર જઇને BOOK SLOT લખીને મોકલશે અને ત્યારપછી એક ઓટીપી આવશે અને તેના આધારે આગળની પ્રક્રિયા કરીને તમે વેકસીનનો સ્લોટ બુક કરાવી શકશો.

તમારા ફોન પર સંપર્ક તરીકે MyGov કોરોના હેલ્પડેસ્ક +91 9013151515 ઉમેરો

વોટ્સએપ પર આ નંબર પર ‘બુક સ્લોટ’ મોકલો, આ એક OTP જનરેટ કરશે

તમને એસએમએસ દ્વારા મળતો 6-અંકનો ઓટીપી દાખલ કરો

વપરાશકર્તાઓ પિન કોડ અને રસીના પ્રકારને આધારે પસંદગીની તારીખ અને સ્થાન પસંદ કરી શકે છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution