કોરોના રસીઃ આજે વડાપ્રધાન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે

દિલ્હી-

દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ એકવાર ફરીથી જાેર પકડી રહ્યુ છે. સંક્રમણના જાેખમને જાેતા જ્યાં દિલ્લીમાં કોરોના વાયરસ ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે ત્યાં અમુક રાજ્યોમાં રાત્રે કફ્ર્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ રહેલી વેક્સીન માટે પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર છે કે વેક્સીન માટે વિતરણની રણનીતિ સહિત અન્ય જરૂરી વાતો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.

સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બેક-ટુ-બેક બે તબક્કામાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આમાં પહેલી બેઠક એ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે જ્યાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે. ત્યારબાદ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના સીએમ સાથે કોરોના વાયરસના વિતરણની રણનીતિ માટે પીએમ મોદી બેઠક કરશે.

હાલના દિવસોમાં દિલ્લી અને મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસની વધુ એક લહેર જાેવા મળી છે. જાે કે દેશમાં દૈનિક કેસ હજુ પણ 50 હજારની સંખ્યાથી નીચે છે પરંતુ અમુક શહેરી વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે જેના કારણે અહીં રાત્રિ કફ્ર્યુ અને લગ્નમાં મહેમાનોની સંખ્યા સીમિત કરવા જેવા ર્નિણય લેવામાં આવ્યા છે.

ભારતમાં હાલ 5 વૅક્સીનો માર્કેટમાં આવવાની દિશામાં આગળ વધી રહી છે. જેમાંથી ૪ ટ્રાયલના બીજા કે ત્રીજા તબક્કામાં પહોંચી છે, જ્યારે એક પ્રથમ કે બીજા તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો છેલ્લા કેટલાક દિવસોથી 50 હજારની નીચે આવી રહ્યાં છે. જ્યારે કેટલાક રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution