સંપૂર્ણ રસીકરણ સિવાય દુનિયા માંથી ક્યારેય ખત્મ નહીં થાય કોરોના
08, મે 2021 396   |  

દિલ્હી-

ગત વર્ષે આપણે વિચારી રહ્યા હતા કે કેટલાક સમય બાદ કોરોના વાયરસથી ઉત્પન્ન થયેલી મહામારી સમાપ્ત થઈ જશે અને પછી અમારું જીવન સામાન્ય થઈ જશે, પરંતુ આ વિચાર નિશ્ચિત રીતે ખોટો સાબિત થયો છે. આ ફ્લૂની માફક જ નુકસાનકારક થશે, પરંતુ તેનાથી વધારે ખરાબ થશે. અને જાે આ ધીરેધીરે ખત્મ થઈ ગયો તો આપણું જીવન અને રોજિંદી જિંદગી ત્યાં સુધી સંપૂર્ણ બદલાઈ ચુકી હશે. ત્યારે જીવનના ફરીથી પાટા પર આવવાનો વિકલ્પ ખત્મ થઈ ગયો હશે અને ફક્ત આગળ વધવાનું હશે, પરંતુ પ્રશ્ન છે કે વાસ્તવમાં શું થશે?

એ સમાન્ય વાત છે કે વસ્તી જાે એકવાર હર્ડ ઇમ્યુનિટી એટલે કે બીમારીથી લડવાની ક્ષમતા મેળવી લે છે તો મહામારી ખત્મ થઈ જાય છે અને મોટાભાગના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ચુકી હોય છે. આવામાં સંક્રામક બીમારીને ફેલાવાની શક્યતા નહીવત થઈ જાય છે. આ પ્રતિરોધક ક્ષમતા તેમનામાં વિકસિત થાય છે જે સંક્રમણથી ઉભરી ચુક્યા છે. રસીકરણ બાદ તેમનામાં પ્રાકૃતિક રીતે હર્ડ ઇમ્યુનિટી પણ વિકસિત થઈ ચુકી હોય છે. દુનિયાભરમાં આ એક ક્રમ છે જે મહામારીથી બહાર નીકળવા દરમિયાન જાેવા મળે છે.

પરંતુ કોરોનાના મામલે તાજેતરનો ઘટનાક્રમ દર્શાવે છે કે કદાચ કોવિડ-૧૯થી લડવા માટે આપણે ક્યારેય હર્ડ ઇમ્યુનિટી ના મેળવી શકીએ. ત્યાં સુધી કે અમેરિકામાં જ્યાં સૌથી વધારે સંક્રમણના કેસો સામે આવ્યા અને જ્યાં દુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઝડપી વેક્સિનેશન થઈ રહ્યું છે, ત્યાં પણ આ શક્ય નથી થઈ રહ્યું. યૂનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના ક્રિસ્ટોફર મૂર્રે અને લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પીટર પિયોટે પોતાના વિશ્લેષણમાં આ શોધ્યું. એક રિપોર્ટ પ્રમાણે જે નવા વેરિએન્ટ્‌સ મળ્યા છે તેમનું વલણ બિલકુલ નવા વાયરસની માફક છે. દક્ષિણ આફ્રિકામાં એક ગ્રુપ પર ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જાેવા મળ્યું કે તે પહેલા એક સ્ટ્રેનથી સંક્રમિત હતા, પરંતુ બાદમાં તેમનામાં તેના મ્યૂટેંટથી લડવાને લઇને હર્ડ ઇમ્યુનિટી અથવા રોગ પ્રતિકારક શક્તિ વિકસિત ના થઈ અને તેઓ ફરી સંક્રમિત થઈ ગયા. બ્રાઝિલના કેટલાક ભાગોથી આ પ્રકારના રિપોર્ટ મળ્યા, જ્યાં કોરોનાનો પ્રકોપ હતો અને બાદમાં તેમણે નવેસરથી મહામારીનો સામનો કરવો પડ્યો. આથી વર્તમાન સંક્રમણથી બચવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ રસીકરણ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution