ડભોઇ, પાદરા,તા.૧૧ 

ડભોઇ તાલુકા ભર માં કોરોના કહેર યથાવત છે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને ડભોઇ માં ત્રણ મળી કુલ ૭ કેશો આજે પોઝીટીવ આવ્યા છે ત્યારે પંથક ની બેન્કો સહિત અનેક જગ્યાઓ ઉપર સોસિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળી રહ્યો છે. તંત્ર ની ભારે બેદરકારી ને પગલે કોરોના પૂર ગતી એ ડભોઇ પંથક માં ફેલાઈ રહ્યો છે. જ્યારે ડભોઇ માં કુલ કોરોના સંક્રમણ નો આંક ૨૬૫ પર પહોચ્યો છે.

એક તરફ ડભોઇ પંથક કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે ડભોઇ પંથક ની એસ.બી.આઈ.બેન્ક, બેન્ક ઓફ બરોડા, સેંટરલ બેન્ક ઓફ ઈન્ડિયા,દેનાબેન્ક, યુનિયન બેન્ક, સહિત ને તમામ બેન્કોની બહાર સવાર થી મોટી કતારો માં લોકો ઉભેલા જોવા મળે છે.

પાદરા ઃ પાદરામાં મંગળવારે વધુ ૫ કેસ કોરોના સંક્રમીત પોઝેટીવ દર્દીઓ આવેલ છે. જેમાં પાદરા-૧ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ કેસ મળીને કુલ ૫ કેસ નોધાયા છે. કુલ કોરોના દર્દીઓનો આંક ૩૬૬ પર પહોંચ્યો છે. પાદરા શહેર બાદ હવે ગ્રાય વિસ્તારમાં પણ કોરોના વાયરસનો વ્યાપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. જેને લઈને પાદરા શહેર તાલુકાની જનતા ચિંતાતુર જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે દનોલી, મોભા, મુવાલ તેમજ જાસપુર નો સમાવેશ થાય છે.પાદરા તાલુકાના ગામડામાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. ગતરોજ એક વેપારીનું કોરોના ના કારણે મોત નિપજવા પામ્યું છે.