દિલ્હી-

કોરોનાની ઝપેટમાં હવે સેનાના જવાનો પણ આવવા લાગ્યા છે. જબલપુરમાં વિવિધ જગ્યાઓએ પોસ્ટિંગ કરવામાં આવેલા સ્ટાફમાં પણ હવે મોટી સંખ્યામાં જવાનો સંક્રમિત થવા લાગ્યા છે. અત્યાર સુધીમાં 70 થી વધારે જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં જ 45 જેટલા જબલપુરના જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.

સેનાના જવાનોમાં કોરોનાનું સંક્રમણ વધવાથી જિલ્લાનો સ્વાસ્થ્ય વિભાગ પણ ચિંતામાં મુકાઈ ગયો હતો. આ માટે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આર્મી હોસ્પિટલનો સર્વે પણ કરાયો હતો. તેમાં જાણવા મળ્યું કે સેનાના ક્વોરોન્ટાઈન સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સાથે સાથે સામાન્ય દર્દીઓને પણ રાખવામાં આવતા હતા. જેનાથી કોરોનાનું સંક્રમણ વધી જવા પામ્યુ હતું. 

જબલપુરના સ્વાસ્થ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વાસ્થ્ય વિભાગની ટીમને આર્મી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. ત્યાં ખામીઓ લાગવાથી તેને ઠીક કરવાના આદેશો આપાયા હતા. કોરોનાનું સંક્રમણ દરેક પ્રકારના વ્યક્તિઓને લાગી રહ્યું છે, એવામાં હવે દેશના જવાનો પણ બકાત રહ્યા નથી.