વડોદરા, તા.૨૦

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના સતત વધી રહેલા કેસમાં છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. બુધવારે રરપર કેસ નોંધાયા હતા, તેમાં આજે ૮૪ર કેસના વધારા સાથે ૩૦૯૪ કેસ નોંધાયા હતા. જેમાં આજે પણ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સર્વાધિક કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૩૭૧ કેસ નોંધાયા હતા. વડોદરાની બે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૯૧ વર્ષીય ગાયનેક તબીબ સહિત કુલ ૬ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં, જેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેરમાં જાન્યુઆરી મહિનાના પ્રારંભથી ધીમેધીમે કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગી હતી. પરંતુ ઉત્તરાયણ પર્વ બાદ વડોદરામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થશે તેવી તંત્રની ચેતવણી સાચી પડી હતી. આજે કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો સહિત સ્થળે ૧૧,૬૨૩ લોકોનાં સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યાં હતાં, જેમાં ૩૦૯૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે હરણી, બાજવા, કિશનવાડી, માંજલપુર, સમા, છાણી, ગાજરાવાડી, તાંદલજા, ગોત્રી, બાપોદ, અકોટા, સુદામાપુરી, ફતેપુરા, અટલાદરા, દિવાળીપુરા, વાઘોડિયા રોડ, એકતાનગર, જેતલપુર, આજવા રોડ, સવાદ, વડસર સહિતના વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા હતા.

પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૧૧,૫૩૫ એક્ટિવ દર્દીઓ પૈકી ૧૧,૨૯૧ હોમ આઈસોલેશન હેઠળ, જ્યારે ર૪૪ દર્દીઓ સરકારી તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જે પૈકી ૧ર દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૭૯ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. વડોદરામાં આજે સર્વાધિક ૮૩ર કેસ પશ્ચિમ ઝોનમાં, ૮૧૧ કેસ દક્ષિણ ઝોનમાં, ૬૪૭ કેસ ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં ૪૩૩ કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરા ગ્રામ્યમાં ૩૭૧ કેસ નોંધાયા હતા.

હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શ્વાસની તકલીફના કારણે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તરસાલી વિસ્તારના ૭પ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સયાજીગંજ કમાટીપુરા વિસ્તારમાં ર૬ વર્ષીય યુવાન, ૬૦ વર્ષીય વ્યક્તિ, પાદરાના ૮૦ વર્ષીય વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ચારેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.ઉપરાંત ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ૯૧ વર્ષીય વૃદ્ધા ગાયનેક તબીબ અને મોટા ફોફળિયાની યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બંનેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. જાે કે, તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તંત્ર દ્વારા કોરોનાથી અત્યાર સુધી ૬૨૪ વ્યક્તિનાં મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું હતું.

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ૧૭૫ ૫ૈકી ૩૬ વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ

વડોદરા, તા.૨૦

શહેરની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફીસ સહિત વિવિધ ફેકલ્ટીઓમાં કોરોનાના કેસ નોંઘાઈ રહ્યા છે. ત્યારે યુનિય સત્તાધીશો દ્વારા યુનિ.ની ૪ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી તમામ ૧૭૫ વિદ્યાર્થિનીનું આજે કોરોના ટેસ્ટિંગ કરાયું હતું, જેમાંથી ૩૬ વિદ્યાર્થિનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના ટેસ્ટિંગ દરમિયાન એક વિદ્યાર્થિની બેભાન થઇને ઢળી પડી હતી. કોરોના પોઝિટિવ આવેલી ૩૬ વિદ્યાર્થિનીને યુનિવર્સિટી હોસ્ટેલ માંજ બનાવાયેલા બનેલા આઇસોલેશન હોલમાં રાખવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓના પરિવારને ફોન કરીને જાણ કરવામાં આવશે. પોઝિટિવ આવેલી વિદ્યાર્થિનીઓને હાલ મેડિકલ ટીમે દવા આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતાં સત્તાધીશો અને પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયાં છે.

આજે ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહાનગરપાલિકાના સહયોગથી સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી ૧૭૫ વિદ્યાર્થિનીઓનાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૩૬ વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે તમામને તાત્કાલિક દવા આપીને હોસ્ટેલના આઇસોલેશન વિંગમાં શિફ્ટ કરવા માટે વોર્ડનને સૂચના આપવામાં આવી છે. સાથે સાથે તેમના વાલીને પણ જાણ કરવામાં આવશે. હાલ ૪ ગર્લ્સ હોસ્ટેલમાં કુલ ૨૨૦ વિદ્યાર્થિનીઓ રહે છે. આવતિકાલેેે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ ખાતે પણ ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના ટેસ્ટ કરાશે.

આ પહેલાં પણ એમ.એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અધ્યાપકો, બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મળીને ૨૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. સાયન્સ ફેકલ્ટીમાં ૯ કેસ નોંધાયા હતા, ઉપરાંત યુનિવર્સિટી હોસ્ટેલના ડેપ્યુટી ચીફ વોર્ડન પણ કોરોના સંક્રમિત થયા હતા. સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચાર વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા.

મકરપુરાની ખાનગી કંપનીમાં અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત

વડોદરા, તા. ૨૦

કોરોનાનો થર્ડ વેવ પીક પર આવવાની તૈયારીમાં છે.ત્યારે અનેક સરકારી, ખાનગી કચેરીઓ ઉપરાંત કંપનીઓ, કોલેજાે, શાળાઓમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે.. ત્યારે માણેજા વિસ્તારની એક ખાનગી કંપનીમાં ૮૦ જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હોંવાનુ જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ માણેજામાં આવેલ ખાનગી કંપનીમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો છે. અહીં કામ કરતા કેટલાક કર્મચારીઓમાં છેલ્લા કેચલાક દિવસોથી શરદી, ખાંસી, તાવ વગેરે જેવી ફરિયાદો ઊભી થઈ હતી. જે બાદ કેટલાકનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવતા તેમના ટેસ્ટના પરિણામ પોઝિટિવ આવ્યા છે. જાણવા મળ્યા મુજબ હાલ કંપનીના ૮૦ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણમાં આવી ગયા છે. જે પૈકી મોટાભાગના હોમ ક્વોરોન્ટાઈ કરવામાં આવ્યા છે. જાેકે આ અંગે હજુ કોઇ ચોક્કસ વિગતો કંપની તરફથી જાણવા મળી નથી.

ફાયર એકેડેમીના ૨૫ જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

વડોદરા ઃ શહેરના આજવા - વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દશાલાડ ભવન પાસેના નૃપુર ફાયર એકેડેમીના ૨૫ જેટલા તાલીમાર્થીઓ કોરોના સંક્રમિત થતા અન્ય સ્ટાફ અને તાલીમાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે આ ફાયર એકેડેમી બે પૂર્વ મેયર સહિત અન્ય અગ્રણીઓ દ્વારા સંચાલિત છે. આધારભૂત સુત્રો દ્વારા મળેલી માહિતી એવી છે કે ડભોઇ દશાલાડ ભવન પાસે આવેલા નૃપૂર ફાયર એકેડેમી ખાતે ફાયર બ્રિગેડ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. તાલીમાર્થીઓને સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ફાઇટર તરીકે તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ફાયરની વિવિધ તાલીમો ના આધારે તૈયાર થતાં તાલીમાર્થીઓ ને ફાયર બ્રિગેડ કે અન્ય જગ્યાએ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે તરીકે નોકરી પણ મેળવી કારકિર્દી બનાવી શકે છ.ે આ સંસ્થામાં રાજ્યના નાના-મોટા ગામડાઓ સહીત શહેરના અનેક વિદ્યાર્થીઓ નિયત સમયે પરિક્ષમાં યોગ્ય માર્ક નહિ મેળવતા તેમની કારકિર્દી માટે આ એક નવો રસ્તો છે. આ સંસ્થામાં અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ તાલીમ લઇને તેમની કારકિર્દી બનાવે છે ફાયર એકેડેમી માં અંદાજિત ૨૫ જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. પરિણામે સંસ્થાના અન્ય સ્ટાફ તથા બાકીના તમામ વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે

૫ોલીસ વિભાગમાં ૧૮ પોઝિટિવ

શહેરમાં કોરોનાના કેસોનો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગમાં પણ અધિકારીઓ, કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે ગુરુવારે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા અધિકારીઓ, પોલીસ જવાનો પૈકી ૧૮ જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે એક પીઆઈ સહિત બે પીએસઆઈ અને ૧૨ કોન્સ્ટેબલો શંકાસ્પદ હોવાથી આઈસોલેશનમાં જતા રહ્યા છે અને રિપોર્ટની રાહ જાેઈ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગોત્રી હોસ્પિટલના તબીબ અને સ્ટાફની મદદથી ગાયનેક તબીબ વૃદ્ધાના અંતિમસંસ્કાર કરાયા

શહેરની ગોત્રી હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીના કારણે શહેરના ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા જૂના પાદરા રોડ વિસ્તારમાં રહેતા ૯૧ વર્ષીય ગાયનેક તબીબનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે બપોરે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાે કે, ગાયનેક તબીબ એકલાં રહેતાં હોઈ તેમના પરિવારજનોમાંથી કોઈ અહીં ન હોવાથી ગોત્રી હોસ્પિટલના તબીબ ડો. હિતેશ રાઠોડે તેમની અંતિમક્રિયા માટેની તમામ વ્યવસ્થા હોસ્પિટલના સ્ટાફ સાથે કરી આપી ગોત્રી સ્મશાનમાં ઈલેકટ્રીક ચિતામાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

ફાયર સેફ્ટીની પૂરતી તકેદારી લઈને સયાજી હોસ્પિટલમાં કોરોના બિલ્ડિંગ તૈયાર કરાયું

વડોદરા ઃ સયાજી હોસ્પિટલના હાલના ૬ માળના બિલ્ડિંગને તકેદારીના ભાગરૂપે પૂર્ણ કક્ષાના કોવીડ સારવાર વિભાગમાં ફેરવવા માટેની જરૂરી તૈયારીઓમાં ફાયર સેફ્ટી ની જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે.ફાયર સેફ્ટીના ધારાધોરણો પ્રમાણે પૂર્વ તૈયારીઓના આધારે આ જગ્યા માટે અગ્નિ શમન સુરક્ષા વિષયક એનઓસી મેળવવામાં આવી છે તેવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી અને સહ પ્રાધ્યાપક ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે આ બિલ્ડિંગ નજીક ૨ લાખ ગેલનની સંગ્રહ ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છે.તથા જરૂરી અદ્યતન સુવિધાઓ આગની ચેતવણી અને અટકાયત માટે રાખવામાં આવી છે. ફાયર મોડ્યુલ, ટાંકી સાથે સંલગ્ન હાયદ્રન્ટ પંપ અને હોઝરિલ પાઇપ ની વ્યવસ્થા છે જે ફાયર એન.ઓ.સી. માટે પૂર્વ શરત ગણાય છે.વધુમાં તેમણે કહ્યુ હતુ કે,અમારી પાસે આ બિલ્ડિંગમાં ૧૫૦ ફાયર એકસ્ટિંગવિશર અને સ્પ્રિંકલર છે જેમાં સી.ઓ.૨ ના એકસ્ટિંગવિશર અને પાણી ઉપરાંત ડી.સી.કેમિકલ પાવડરનો છંટકાવ કરી શકે સ્પ્રિંકલર પણ છે.ઉપરાંત આઇસીયુ માં સ્મોક ડિટેક્ટર્સ ની વ્યવસ્થા પણ તકેદારીના રૂપમાં કરવામાં આવી છે. આગ બુઝાવી શકે એવા રાસાયણિક પાવડરના ખાસ પ્રકારના દડા - બોલ પણ ઉપલબ્ધ છે.