કોરોનાના કારણે લેવાયો મોટો ર્નિણય, મસૂરીમાં પર્યટકો માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી
10, જુલાઈ 2021 1287   |  

દિલ્હી-

 ઉત્તર ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશનો પર હાલ કોવિડ નિયમોમાં છૂટછાટ મળતા લોકો ઉમટી પડ્યા છે જેના કારણે કોરોનાની સ્થિતિ વકરવાનો ભય પેદા થયો છે. મોટી સંખ્યામાં લોકો હિલ સ્ટેશનો પર મજા માણતા જાેવા મળી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડી રહ્યા છે. પહાડોની રાણી ગણાતા મસૂરીમાં પણ સેલાણીઓનો સેલાબ જાેવા મળ્યો છે. શહેરની મોટાભાગની હોટલો પેક છે પરંતુ શહેરમાં આવતા આ પર્યટકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. આવામાં પોલીસ પ્રશાસને કડક પગલાં લીધા છે. મસૂરીમાં પ્રવેશતા દરેક પર્યટકો માટે કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ જરૂરી કરવામાં આવ્યો છે. હાલ દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી હોવાના કારણે લોકો હિલ સ્ટેશનો તરફ દોડ્યા છે. પરંતુ આ પર્યટકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા જાેવા મળતા નથી. માસ્ક વગર ફરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું એ સામાન્ય થઈ ગયું છે. શહેરમાં પહોંચીને પર્યટકો હિલ સ્ટેશનના ખુશનુમા મૌસમનો લુત્ફ ઉઠાવી રહ્યા છે. પરંતુ કૌરોનાના ખૌફ તો જાણે સાવ અજાણ છે. કોવિડ પ્રોટોકોલ્સના ભંગ બાદ પ્રશાસને મસૂરી આવવા માટેના નિયમ કડક બનાવી દીધા છે. શહેરમાં આવતા પહેલા તમામ પર્યટકોએ કોરોના નિગેટિવ તપાસ રિપોર્ટ સાથે હોટલ બુકિંગ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમની પાસે કોરોના તપાસ રિપોર્ટ નહીં હોય તેમને મસૂરીના કોલ્હૂખેતથી જ પાછા મોકલી દેવાશે. મસૂરીના પોલીસ અધિકારી નરેન્દ્ર પંતે કહ્યું કે જે પર્યટકો પાસે ઓનલાઈન હોટલ બુકિંગ હશે, કોરોનાનો તપાસ રિપોર્ટ હશે તેમને જ મસૂરીમાં પ્રવેશ કરવા દેવાશે. ટીઓઆઈના એક રિપોર્ટ મુજબ કૂલ્લુ પોલીસે પણ જાહેરાત કરી છે કે કોરોના નિયમોનો ભંગ કરતા જણાશે તેમને ૫૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને ૮ દિવસ માટે જેલમાં મોકલી દેવાશે. કૂલ્લુના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ગુરુદેવ ચંદ શર્માએ

હ્યું કે અમારી ટીમ લોકોને કોરોના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે. પર્યટકો નિયમો માનતા નથી એટલે હવે સંક્રમણને ખાળવા માટે એક જ ઉપાય છે કે તેમની તરફ કડક બની ચલણ પકડાવવું. આ બાજુ મનાલીના ડીએસપીના જણાવ્યાં મુજબ છેલ્લા ૫ દિવસમાં ૧૪૦ લોકોના માસ્ક ન પહેરવા બદલ ચલણ કપાયા છે અને ૧,૪૮,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો છે. અત્રે જણાવવાનું કે સાવધાની અને સતર્કતા દરેક જગ્યાએ જરૂરી છે કારણ કે જાે તમે બેદરકાર રહ્યા તો મુસીબતને આમંત્રણ મળી શકે છે. હાલ કેટલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જમાં લોકોની બેજવાબદારી અને બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતી જાેવા મળી રહી છે. મસૂરીના ટુરિસ્ટ સ્પોટ પર એક સાથે સંકડો લોકોની હાજરી દર્શાવે છે કે લોકો કેટલા બેજવાબદાર બન્યા છે. હાલાત થોડા સુધર્યા નથી કે ટુરિસ્ટ પ્લેસ પર લોકોની ભીડ વધી ગઈ છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવારે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આ બેદરકારી અંગે સાવધ કર્યા અને કહ્યું કે એક પણ ભૂલ કોરોના વિરુદ્ધ લડતને નબળી પાડી શકે છે. મસૂરીના કેમ્પટી ફોલ પર્યટક સ્થળ પર ભારે સંખ્યામાં પહોંચી રહેલા પર્યટકોને જાેતા જિલ્લા અધિકારી ઈવા આશીષ શ્રીવાસ્તવે આદેશ બહાર પાડતા કહ્યું કે કેમ્પટી ફોલ પહેલા ચેક પોસ્ટ લગાવવામાં આવશે. જ્યાં કોવિડ-૧૯ને લઈને ચેકિંગ કરાશે. કેમ્પટી ફોલ વોટર પૂલમાં અડધા અડધા કલાકે ૫૦-૫૦ પર્યટકોને પ્રવેશવાની મંજૂરી અપાશે. આ સાથે જ પર્યટક સ્થળ પર હૂટરની પણ વ્યવસ્થા કરાશે જેથી કરીને ૩૦ મિનિટ પૂરી થતા વોટર પૂલમાં ગયેલા પર્યટકો ત્યાંથી પાછા આવે અને અન્ય ૫૦ પર્યટકો વોટર પૂલમાં પ્રવેશે એવો સંદેશ આપી શકે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution