મુંબઇ-

ભારતમાં લોકડાઉન ખુલવાની સાથે કોરોના વાયરસનું સંક્રમણ પણ સતત વધી ગયું છે અને પોઝિટિવ કેસની સંખ્યા પણ રોકેટ ગતિએ વધી ગયા છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં રોજે રોજ ૬ હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. તેને જાેતા મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનના બીજા તબક્કાની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં ૧૮ જુલાઈથી ૨૩ જુલાઈ સુધી લોકડાઉન રહેશે, આ દરમ્યાન મેડિકલ સ્ટોર, દૂધની ડેરી, હોસ્પિટલ અને આવશ્યક સેવાઓ જ ચાલુ રહશે તે સિવાય તમામ સેવાઓ બંધ રહેશે

મહારાષ્ટ્રના અન્ય શહેરમાં પણ કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. એમાં થાણેમાં ૬૫,૩૨૪, પુણેમાં ૪૨૦૯૨, પાલઘરમાં ૧૦,૨૨૬, રાયગઢમાં ૯૧૧૦, ઔરંગાબાદ ૮૬૫૯, નાશિકમાં ૭૬૬૩ અને જળગાંવમાં ૬૩૫૫ દરદી નોંધાયા હતા. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં અત્યારે કોરોનાના દરદીનું પ્રમાણ ૧૯.૯૯ ટકા છે. જ્યારે મરણાંકનું પ્રમાણ ચાર ટકા છે અને કોરોનામુક્તની સંખ્યાનું પ્રમાણ ૫૫.૬૭ ટકા છે.