ગાંધીનગર-
લાખો રૂપિયા પગાર રળતા હોવા છતાં સરકારી અમલદારોની વૃત્તિ એવી હોય છે કે,તેઓ વધારેને વધારે પૈસા ઘરભેગા કે ગજવે કરવા મથતા રહે છે. તેમની આવી લાલચને પગલે તેઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા પણ ખંચકાતા નથી. તાજેતરમાં જ આવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ગાંધીનગરમાં સરકારી મુદ્રણ માટેનું એક મશીન કે જેની કિંમત બજારમાં 2.8 કરોડ હોવા છતાં તેને 5.5 કરોડનું બતાવીને બાકીની ભ્રષ્ટાચારની કમાણીની ભાગબટાઈ કરવાનો કારસો ખુલ્લો પડી ગયો હતો.
આ બાબતે લેખિતમાં ફરીયાદ પણ કરવામાં આવી છે. સરકારી સામગ્રી છાપવામાં કામ લાગે એવું કોમોરી નામનું પ્રિન્ટિંગ મશીન ખરીદવામાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો ખુલવા પામી છે. આ પ્રિન્ટિંગ મશીન ની બજાર કિંમત રૂ. 2.8 કરોડ રૂપિયા છે, પણ સરકારી અધિકારીઓએ આ મશીન 5.50 કરોડમાં ખરીદ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર કૌભાંડ મામલે વિભાગના સચિવને લેખિતમાં જાણ કરવામાં આવી છે. એક જ IP એડ્રેસથી ટેન્ડર ભરવામાં આવ્યું હતું. જયારે એક જ કંપનીએ બે અલગ અલગ ટેન્ડર ભરી કૌભાંડ આચારવાનું સામે આવ્યું હોવાનું બહાર આવતા સમગ્ર કૌભાંડ લોકોની વચ્ચે ખુલ્લું પડી જતાં ચકચાર મચી છે.
Loading ...