અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ સગીરનું મહિલા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ
20, ઓક્ટોબર 2021 693   |  

અમદાવાદ-

અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી મહિલાએ મહિલા હેલ્પલાઇન અભયમની ટીમને ફોન કરી જણાવ્યું હતું કે, મારી ૧૨ વર્ષીય દિકરી ઘરેથી સોસાયટીમાં રમવા માટે જાય કે પછી સ્કુલે જાય ત્યારે એક ૧૪ વર્ષનો છોકરો તેની પાછળ પાછળ જાય છે અને તેની છેડતી કરવાનો પ્રયાસ કરે છે. જેથી અભયમની ટીમ ત્યાં પહોંચી મહિલાની પૂછપરછ કર્યા મહિલા અને તેની દિકરીની પુછપરછ કરતા ૧૨ વર્ષીય સગીરાના માતા-પિતા દિવ્યાંગ છે જેથી ઘરનું તમામ કામ કાજ તે કરે છે અને કામ અર્થે બહાર જવાનું થાય છે ત્યારે તેની જ સોસાયટીમાં રહેતો ૧૪ વર્ષીય સગીર તેનો પીછો કરે છે. એક વખત લીફ્ટમાં પણ આ સગીરે હાથ પકડીને મોબાઈલ નંબર આપીને ફોન કરવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે સગીરાએ પરિવારને જાણ કરતા માતા-પિતાએ સગીર યુવકને ઘરે બોલાવી સમજાવ્યો હતો. થોડા દિવસ સુધી તેણે સગીરાનો પીછો કર્યો ન હતો.

બે મહિના બાદ ફરી તે અવાર નવાર પીછો કરતો અને સગીરાની સહેલીઓ સાથે પ્રેમ ભર્યા પત્રો મોકલાવીને પ્રેમ કરુ છુ તેમ જણાવતો હતો. એટલું જ નહીં સોસાયટીના છોકરાઓની સાથે વાતો કરીને સગીરાની બદનામી કરતો હતો. અવાર નવાર એકલામાં મળવા માટે બોલવતો હતો. સગીરાને નવરાત્રિમાં ગરબા ગાવાનો ખૂબ જ શોખ છે. દરરોજ તૈયાર થઈ માતા-પિતા ગરબા ગાવા જવાનું કહેતા હતા છતાં સગીરા સગીરાની પ્રેમની ધમકીથી ડરી ગરબા ગાવા જતી ન હતી. આ સમગ્ર બાબતો જાણ્યા બાદ હેલ્પલાઇનની ટીમે સગીર તથા તેના પરીવારને બોલાવીને કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતુ કે, પ્રેમ પ્રકરણમાં સમય વેડફ્યા વગર અભ્યાસમાં ધ્યાન આપવા સલાહ આપી હતી. તેમના ભવિષ્ય માટે યોગ્ય દિશાનું સિંચન કરવાનું જણાવ્યું હતું. જેથી સગીરે સગીરા અને તેના પરીવારની માફી માંગી તથા માતા-પિતાને આવી હરકત ફરી નહીં કરવાની બાયેધરી આપી હતી.

સમાજમાં દિન પ્રતિદિન છોકરીઓ સાથે છેડતીની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને એક સોસાયટી- ફ્લેટમાં જ રહેતા હોય તેવા કિસ્સાઓ બને છે પરંતુ છોકરીઓ પોતાની આબરૂ બચાવવા માટે બહાર નથી આવતી. હવે સગીર વયના છોકરાઓ દ્વારા પણ પ્રેમના નામે છેડતી કરતા હોવાના કિસ્સા બની રહ્યાં છે. અમદાવાદમાં ૧૪ વર્ષીય સગીરએ તેની જ સોસાયટીમાં રહેતી સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. જેથી અવાર નવાર સગીરાને પ્રેમ ભર્યા પત્રો મોકલતો તથા હેરાન કરતો હતો. સગીરા આ સગીરથી એટલી હદે ડરી ગઈ હતી કે નવરાત્રિમાં તેની છેડતીના ડરે ગરબા ગાવા પણ જતી ન હતી. જેથી સગીરાના માતા-પિતાને જાણ થતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે સગીર યુવકનું કાઉન્સેલીંગ કરીને આ ઉંમરે અભ્યાસમાં ધ્યાન આપી પોતાની કારકિર્દી બનાવવા માટે સમજાવ્યા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution