ગાંધીનગર-

ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું સૌથી મોટું કાવતરું સામે આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં અમદાવાદની અલગ અલગ ૧૪ બેંકોમાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે. ર્જીંય્ ક્રાઈમે શહેરની ૧૪ બેન્કમાંથી ૧૦૯૭ ચલણી નોટ મળી આવી છે. એસઓજી ક્રાઈમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. ૧૪ બેન્કોમાં ૨૦૦૦ના દરથી લઈ ૧૦ના દરની નકલી નોટો જમા થઈ છે.

બેન્કોમાં કુલ રૂ. ૩.૮૦ લાખની નકલી નોટો જમા થઇ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની કાલુપુર કો.ઓપરેટિંવ, યશ બેન્ક, આઈડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, એચડીએફસી, કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, એસબીઆઈ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, એચએસબીસી, ડીસીબી અને રિઝર્વ બેન્કમાં ૨૦૦૦ની ૧૧૨, ૫૦૦ની ૧૩૨, ૨૦૦ની ૧૨૩, ૧૦૦ની ૫૮૪, ૫૦ની ૧૩૮, ૨૦ની ૩, ૧૦ની ૪ નોટો અને રદ થયેલી રૂ. ૫૦૦ની ૧ નોટ મળી કુલ ૧૦૯૭ નોટો કિંમત રૂ. ૩.૮૦ લાખની બેંકોમાં જમા થઈ છે.

સૌથી વધુ આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી અલગ અલગ દરની નકલી નોટો જમા કરાવાઈ છે. બેન્કોમાં નકલી નોટો જમા કરવા અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દર ત્રણ મહિને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી દે છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર આવ્યું નથી. આભાર - નિહારીકા રવિયા