અમદાવાદ-

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા સહિત ૬ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન યોજાયું હતું. પરંતુ મતદારોમાં મતદાનને લઇ નીરસતા જાેવા મળી. ચૂંટણીપંચે રાતે છ કોર્પોરેશનમાં સરેરાશ ૪૮% ટકા મતદાન થયાનું જાહેર કર્યુ હતું. મતદાન નવેમ્બર- ૨૦૧૫ કરતાં બે ટકા વધુ છે. અને આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, સી.સી.ટી.વી. કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ, પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાજ્યની ૬ મનપામાં ગઈકાલના રોજ મતદાન યોજાયું હતું. જે ૪૮% રહ્યું હતું. જે પૈકી સૌથી વધુ મતદાન જામનગરમાં અને સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં રહ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોનાને લઈ માર્ગદર્શિકાનું પાલન કરવુ પડશે. મતગણતરી માટે એક હોલમાં ૭ ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે માસ્ક ફરજિયાત પહેરવું પડશે. આ ઉપરાંત થર્મલ ગન તેમજ હોલને સેનેટાઈઝ કરવો પડશે. મત ગણતરી એજન્ટ સંક્રમિત જણાય તો અન્ય એજન્ટ નિમી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે આયોજન કરવું પડશે અને મત ગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ મનપા ચૂંટણીમાં મતગણતરીમાં ટેબલો વધારવા આવ્યા છે. કોરોના કારણે ટેબલો વધારવામાં આવ્યા છે. ૭ ટેબલ પર મત ગણતરીની બદલે હવે ૧૪ ટેબલો પર મતગણતરી થશે. ટેબલો વધતાં પરિણામ પણ ઝડપી આવશે. ૬ સ્થળ પર મત ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.

માર્ગદર્શિકા

- મતગણતરી માટે એક હોલમાં ૭ જ ટેબલ ગોઠવાશે.

- મત ગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

- થર્મલ ગન, હોલને સેનીટાઈઝ કરવો પડશે.

- જાે એજન્ટ સંક્રમિત જણાય તો અન્ય એજન્ટ નીમી શકાશે.

- સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે રીતે આયોજન કરવાનું રહેશે.

- મતગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સીસ્ટમ ગોઠવવા સુચના.