લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026 |
3762
વિશ્વના એવા દેશો જેમના રસ્તેથી પસાર થવા માટે દુનિયાએ કરોડોનો ટેક્સ ચૂકવવો પડે છે, આ દેશ ન તેલ વેચે છે ન ગેસ માત્ર ટોલ ટેક્સ વસૂલીને માલામાલ થઈ રહ્યા છે. જાણો શું છે આખો ખેલ? દુનિયાની અર્થવ્યવસ્થા માત્ર તેલ, ગેસ કે ટેકનોલોજીના ઉત્પાદન પર જ નથી ટકી, પરંતુ તે રસ્તાઓ પર પણ ર્નિભર છે જ્યાંથી આ સામાન પસાર થાય છે. વિશ્વમાં કેટલાક એવા દેશો છે જેમની ભૌગોલિક સ્થિતિ તેમના માટે સોનાની ખાણ સાબિત થઈ છે. આ દેશો પાસે ન તો સોનાની ખાણો છે, ન તેલના કૂવા, તેમ છતાં તેઓ માત્ર દરિયાઈ રસ્તાઓ પરથી પસાર થતા જહાજાે પાસેથી ટોલ વસૂલીને અબજાે ડોલરની કમાણી કરી રહ્યા છે. સ્વેઝ અને પનામા જેવી નહેરો આજે ગ્લોબલ ટ્રેડની ધડકન બની ગઈ છે. ચાલો જાણીએ કે, આખરે કેવી રીતે આ દરિયાઈ રસ્તાઓ દેશોને માલામાલ બનાવી રહ્યા છે? દુનિયાનો સૌથી મોંઘો ટોલ ટેક્સ: જ્યારે આપણે વેપારની વાત કરીએ છીએ, ત્યારે અવારનવાર ફેક્ટરીઓ અને કાચા માલનો ઉલ્લેખ થાય છે, પરંતુ અસલ ખેલ તે સાંકડા રસ્તાઓનો છે જેને ‘ચોક પોઈન્ટ્સ‘ કહેવામાં આવે છે. દુનિયાના કેટલાક ખાસ દરિયાઈ રસ્તાઓ અને નહેરો એવી જગ્યાએ સ્થિત છે, જ્યાંથી પસાર થયા વિના આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય જ નથી. આ રસ્તાઓ પર કબજાે ધરાવતા દેશો જહાજાે પાસેથી ભારે ફી વસૂલે છે. આ કમાણી એટલી વધારે છે કે, ઘણા દેશોની આખી જીડીપીનો મોટો હિસ્સો માત્ર આ ટોલ ટેક્સમાંથી આવે છે.
ઇજિપ્તની કિસ્મત બદલતી સ્વેઝ નહેર: સ્વેઝ નહેરને દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ કૃત્રિમ દરિયાઈ રસ્તો માનવામાં આવે છે. તે લાલ સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જાેડે છે, જેનાથી યુરોપ અને એશિયા વચ્ચેનું અંતર હજારો કિલોમીટર ઓછું થઈ જાય છે. ઇજિપ્ત માટે આ નહેર કોઈ ‘સોનાની ખાણ’થી ઓછી નથી. દર વર્ષે હજારો જહાજાે અહીંથી પસાર થાય છે અને તેના બદલામાં ઇજિપ્તને અબજાે ડોલરની આવક મળે છે. ૨૦૨૩-૨૪ના આંકડા જાેઈએ તો ઇજિપ્તે માત્ર આ એક નહેરથી લગભગ ૯થી ૧૦ અબજ ડોલરની કમાણી કરી છે. પનામા નહેરનો અમેરિકી મહાદ્વીપ પર દબદબો: એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જાેડતી પનામા નહેર એન્જિનિયરિંગનો એક અદભૂત નમૂનો છે. મધ્ય અમેરિકાનો નાનકડો દેશ પનામા આ નહેરના કારણે જ દુનિયાના અમીર દેશોની હરોળમાં ઊભો છે. જહાજાેને દક્ષિણ અમેરિકાનો આખો આંટો મારવામાંથી બચાવતી આ નહેર પ્રતિ જહાજ લાખો ડોલર વસૂલે છે. હોર્મુઝની સામુદ્રધુનીની વ્યૂહાત્મક તાકાત: ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝની સામુદ્રધુનીને દુનિયાની ‘તેલની નળી’ કહેવામાં આવે છે. દુનિયાનું ત્રીજા ભાગનું દરિયાઈ કાચું તેલ આ સાંકડા રસ્તા પરથી પસાર થાય છે. જાેકે અહીં ટોલ વસૂલવાની સીધી સિસ્ટમ નહેરો જેવી નથી, પરંતુ ઈરાન અને ઓમાન આ વિસ્તારની સુરક્ષા અને દેખરેખના નામે પોતાની વ્યૂહાત્મક શક્તિનો પરચો આપે છે. ઓમાન મુસંડમ દ્વીપકલ્પ પાસે પોતાની સ્થિતિનો ફાયદો ઉઠાવીને આ ક્ષેત્રમાં મોટા લોજિસ્ટિક હબ વિકસાવ્યા છે, જેનાથી તેને ભારે આવક મળે છે.