લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026 |
1881
ગુરુગ્રામના સોહના વિસ્તારમાં સેક્ટર ૩૩ ખાતે સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલીમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ દેશનું પ્રથમ એલપીજી એટીએમ એટલે કે ગેસ વેન્ડિંગ મશીન શરૂ કર્યું છે. તેને ‘ભારત ગેસ ઇન્સ્ટા એલપીજી નામ આપવામાં આવ્યું છે. આ ઉત્તર ભારતમાં આ પ્રકારની પ્રથમ સ્વચાલિત સિસ્ટમ છે, જે ૨૪ કલાક ખુલ્લી રહે છે અને રાંધણ ગેસ સિલિન્ડરની તાત્કાલિક મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં એલપીજી સપ્લાય ચેઇનમાં વિલંબ, મિડલ ઇસ્ટમાં તણાવ અને ગભરાટભરી બુકિંગને કારણે ગેસ સિલિન્ડરની અછત જાેવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં ગ્રાહકોને ડિલિવરી માટે દિવસો સુધી રાહ જાેવી પડી રહી છે. આવી સ્થિતિમાં, ગુરુગ્રામમાં આ એલપીજી એટીએમ એક મોટી રાહત લઈને આવ્યું છે. આ મશીન એટીએમની જેમ જ કામ કરે છે, ગ્રાહકો ખાલી સિલિન્ડર લાવીને થોડી જ મિનિટોમાં ભરેલો સિલિન્ડર મેળવી શકે છે. પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને સંપર્ક-રહિત (કોન્ટેક્ટલેસ) છે.આખી પ્રક્રિયામાં માત્ર ૨ થી ૩ મિનિટનો સમય લાગે છે. આ મશીન હળવા વજનના કમ્પોઝિટ સિલિન્ડરનું વિતરણ કરે છે.