અમદાવાદ-

અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેંટ ખાતે આવેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ફેજ 2 પર નહીં ખસેડવાની અમદાવાદનાં એક જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ અરજદાર એ જણાવ્યુ હતું કે આ મંદિર વર્ષો જૂનું છે અને આ મંદિર ની મુર્તિ સ્વયંભુ છે. કોઈ કારીગરની બનાવેલી નથી. જો આ મંદિર બીજે ખસેડવામાં આવશે. તો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે. જેથી આ મંદિર અહી જ રહેવું જોઈએ છે. આજે હાઇકોર્ટ એ આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલે તમે કેમ મંદિર ના પક્ષમાં છો ત્યારે અરજદારે કહ્યું હતું કે હું તેમના પક્ષમાં નહીં પણ તેમના વિરોધ માં છું. કોર્ટે કહ્યું હતું કે આ બાબત લોકોને કહેવા દો જો તમને લાગે તો તમે પી આઈ એલ દાખલ કરો.

ત્યારે આજે આ બાબતે મંદિરના ટ્રસ્ટ એ કહ્યું હતું કે આ નિર્ણય અમે ખૂબ જ સમજી વિચારી અને કોર્પોરેશન સાથે ચર્ચા કરી અને લીધો છે . આ મંદિર જો બીજી તરફ ખસેડવામાં આવશે તો લોકોને ટ્રાફિકની હાલાકી નો સામનો કરવો નહીં પડે અને તેમણે સગવડ મળી રહેશે. આ સાથે કેન્ટોનમેન્ટની સેફ્ટી પણ જળવાઈ રહેશે. આ મંદિરને લઈને હજી કોઈ આખરી નિર્ણય લીધો નથી. હાઈકોર્ટે કહ્યું હતું આ મંદિર વિષે જે તે નિર્ણય મંદિરના ટ્રસ્ટી, કેન્દ્ર સરકાર અને રાજયસરકાર લેશે . ત્યારે જો આ મંદિર ને રિવરફ્રન્ટ ફેજ 2 માં ખસેડાય તો આ મંદિરમાં પાર્કિંગની સુવિધા મળી રહે અને ભક્તોને પણ થોડી સગવડ મળી રહે. હાલમાં જે મંદિર છે એ આર્મીના કેમ્પ માં છે એટ્લે આર્મી ની સ્કીયોરિટી નો મોટો પ્રશ્ન ઊભો થાય છે અને ટ્રાફિક ની સમસ્યા પણ વધારે જોવા મળે છે.