દિલ્હી-

ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવની કમાન મુખ્યત્વે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનની પાસે છે. ભારતમાં અત્યાર સુધીમાં વેક્સીનના કુલ ૭૯ કરોડ ડોઝમાંથી ૬૯ કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડ અને ૯ કરોડથી વધુ લોકોને કોવેક્સીન આપવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડ વેક્સીનને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરી મળી છે. ત્યારે કોવેક્સીન હજુ પણ વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરીની રાહ જાેઇ રહી છે.

કોવેક્સીન લગાવનાર ઘણા લોકો છેલ્લા કેટલાક સમયથી કોવેક્સીનને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મંજૂરી મળવાની રાહ જાેઈ રહ્યા છે. જેના કારણે તેમને ભવિષ્યમાં વિદેશ યાત્રા પર કોઈ પ્રકારનું ગ્રહણ ના લાગે. એવામાં લોકો માટે આ સમાચાર સામે આવ્યા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્સક્લુઝિવ દસ્તાવેજાે અનુસાર, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કોવિડ વેક્સીન પર બનાવવામાં આવેલ એક્સપર્ટ કમિટિ જીંટ્ઠિંીખ્તૈષ્ઠ છઙ્ઘદૃૈર્જિઅ ય્િર્ેॅ ર્ક ઈટॅીિંજ ર્ંહ ૈંદ્બદ્બેહૈડટ્ઠંર્ૈહ ૫ ઓક્ટોબરના રોજ ભારતીય સમય મુજબ સાંજે ૪ઃ૪૫ વાગ્યે મંજૂરી આપવા માટે ભારત બાયોટેકા પ્રસ્તાવ પર બેઠક કરશે. આ બેઠકમાં, કોવિડ વેક્સીન પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ગ્રુપ જીછય્ઈના સભ્યો અને કોવેક્સીનનું નિર્માણ કરનાર ભારત બાયોટેકના સભ્યો ઉપસ્થિત રહેશે. ભારત બાયોટેકના અધિકારીઓ સાથે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ ગ્રુપની બેઠક કોવેક્સીનને મંજૂરી આપવા માટે લગભગ દોઢ કલાક સુધી ચાલશે, જેમાં રસી સુરક્ષિત અને અસરકારક છે કે નહીં તેના પર ચર્ચા થશે. ભારતમાં હાથ ધરાયેલા ટ્રાયલનો ડેટાના આધારે તેને સુરક્ષિત અને પ્રભાવિ થવા પર ચર્ચા થશે. જે બાદ વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોવેક્સીનની મંજૂરી અંગે અંતિમ ર્નિણય લેશે.