અમદાવાદ-

વલસાડ જિલ્લા ના વાપીના બિલ્ડર સઈદ શેખનું અપહરણ કરી 50 કરોડ ની ખંડણી નો પ્લાન બનાવી રહેલી ગેંગ ને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીઘી છે. આ અપહરણ ની ટીપ જેણે આપી હતી તેનું નામ પણ ખુલી ગયું છે જેમાં વાપીના મહમદ અલ્તાફ મન્સૂરીએ ટીપ આપી હોવાની વાત બહાર આવતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પકડાયેલા બદમાશો પાસે બે ગાડી, એક પિસ્ટલ, 5 કારતુસ સહિત 3.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ખંડણીખોરો ને અમદાવાદ ના અગોરા મોલ પાસેથી દબોચ્યા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વનું મિશન પાર પાડતા વાપી ના વેપારી બચી ગયા હતા અને તેમની ટીપ આપનાર પણ ખુલ્લો પડી છે, ગેંગના પાંચ લોકો પાસેથી હથિયાર સાથે ધરપકડ થવાની ઘટના ને લઈ વાપી પંથક માં પણ ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.