લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026 |
1584
દિલ્હી :રાજ્યસભાના ૭૩ સાંસદો પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્સએ ગુરુવારે રાજ્યસભાના ૨૨૯ સાંસદોનો એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
આમાં તાજેતરમાં ચૂંટાયેલા ૩૭ સાંસદો પણ સામેલ છે. રાજ્યસભામાં ૨૪૫ સભ્યો હોય છે. રાજ્યસભાના ૭૩ સાંસદોમાંથી ૩૬ (૧૬%) પર ગંભીર આરોપો છે. એક સાંસદ પર મર્ડરનો કેસ અને ચાર સાંસદો પર હત્યાના પ્રયાસ અને ત્રણ પર મહિલાઓ સંબંધિત ગુનાના કેસ છે ૩૧ સાંસદો (૧૪%)એ પોતાને અબજાેપતિ જાહેર કર્યા છે. મોટી પાર્ટીઓમાં ઘણા સાંસદોએ ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ દર્શાવી છે.ભાજપાના ૬, કોંગ્રેસના ૫, વાયએસઆરસીપીના ૪, આપના ૨,બીઆરએસ ના ૨, એનસીપીના ૩ અને અન્ય પક્ષોના ૯ સાંસદો આ યાદીમાં છે. એક રાજ્યસભા સાંસદ પાસે સરેરાશ આશરે ૧૨૦.૬૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે.પ્.ભાજપાના ૯૯ સાંસદો પાસે સરેરાશ ૨૮.૨૯ કરોડ, કોંગ્રેસના ૨૮ સાંસદો પાસે ૧૨૮.૬૧ કરોડ, ટીએમસી ના ૧૩ સાંસદો પાસે ૧૭.૭૦ કરોડ અને આપના ૧૦ સાંસદો પાસે ૫૭૪.૦૯ કરોડ રૂપિયા છે. ડીએમકેના ૮ સાંસદો પાસે સરેરાશ ૧૧.૯૦ કરોડ, વાયએસઆરસીપીના ૭ સાંસદો પાસે ૫૨૨.૬૩ કરોડ, સમાજવાદી પાર્ટીના ૪ સાંસદો પાસે ૩૯૯.૭૧ કરોડ, બીજેડી ૬ સાંસદો પાસે ૧૦૫.૬૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે.સૌથી વધુ તેલંગાણાના ભારત રાષ્ટ્ર સમિતિના સાંસદ બંદી પાર્થ સારથી પાસે રૂા.૫૩૦૦ કરોડની સંપત્તિ છે.