સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાથી પાકને ભારે નુકસાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026  |   2376

અમદાવાદ : હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી પાકમાં આંબા અને કેળને વધારે નુકસાન થયું છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું હતું કે, સરકાર સમક્ષ અમારી માંગણી છે કે હાલમાં થયેલા માવઠાથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તેમનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution