જામનગર-

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે આગામી પંદર દિવસ સુધી રાજ્યના ચાર મહાનગરમાં રાત્રી 10 વાગ્યા પછીનો કર્ફ્યૂ યથાવત્ રહેશે. કોઈ છૂટછાટ આપણે આપતા નથી. તેમણે છુટછાટ ન આપવાનું કારણ જણાવી કહ્યું, "આ એટલા માટે કે ખૂબ કેસ કંટ્રોલ થઈ રહ્યા છે. થોડી ધીરજ અને થોડો સહકાર લોકો આપે પછી યોગ્ય લાગે તે પ્રમાણે અમે નિર્ણય કરીશું." અહીં તેમણે એક મહત્વની જાહેરાત કરી છે.

ખાસ કરીને કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે ચાર મેગાસિટીમાં જે પ્રકારે રાત્રી કર્ફ્યુનું રાજ્ય સરકાર એલાન કર્યું છે તે હજુ યથાવત્ રહેશે અને આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યુ ચાર મહાનગરપાલિકામાં યથાવત રાખવામાં આવશે. જે બાદ નિર્ણય લેવામાં આવશે જો કે દિવસે ગુણવત્તા કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. ગુજરાતમાં દિવાળી બાદ વધેલા કોરોના વાઇરસના કેસને કાબૂમાં લેવા માટે 4 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. પહેલાં 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. પછી તેમાં ફેરફાર કરીને રાત્રીના 10થી 6 સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.