વલસાડ, વલસાડ નજીક આવેલા તિથલ દરિયા કિનારે ગુરૂવારના રોજ જેઠ સુદ પૂનમના દિવસે ભરતી દરમિયાન ૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરંટ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયાની મજા માણવા અને ભરતીમાં દરિયાના મોઝા ઉછળતા જાેવા આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીનો જાેતા સહેલાણીઓ માટે તિથલ બીચ સહિત જિલ્લાના પ્રવાસન સ્થળો ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વલસાડના તિથલ દરિયા કિનારે જેઠ માસની પૂનમ નિમિત્તે દરિયાની મોટી ભરતી આવી હતી. ભરતી દરમિયાન તોફાને ચડેલા દરિયામાં કરંટ જાેવા મળ્યો હતો. દરિયામાં પૂનમની ભરતીના ઉછળતા મોજા જાેવા લોકો દૂર-દૂરથી દરિયે પહોંચી જતા હતા. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને લઇ જિલ્લા કલેક્ટરે સહેલાણીઓ માટે તિથલ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે જેને લઇ શહેરના લોકો પૂનમ ની ભરતીના મોજા માણવાથી વંચિત રહી ગયા છે.