ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના યુવકને ડિજિટલ ધરપકડ કરી સાયબર ઠગોએ રૂા. ૪૮ લાખ પડાવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ફેબ્રુઆરી 2026  |   2574

અમદાવાદ આજના સમયમાં સાયબર ગુનેગારો સાત સમંદર પાર બેઠેલા લોકો પર પણ તરાપ મારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા એક ભારતીય યુવકને સાયબર ઠગોએ પોતાનો શિકાર બનાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કર્યો હતો. ઠગોએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને ઝ્રમ્ૈંના અધિકારી તરીકે આપી હતી અને યુવકને ડરાવ્યો હતો કે તેના બેંક એકાઉન્ટ દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ધરપકડ અને કાનૂની કાર્યવાહીના ડર હેઠળ, યુવકે પોતાની મહેનતની કમાણીમાંથી કુલ રૂ.૪૮ લાખ ગુનેગારોએ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. અમદાવાદમાં રહેતા યુવકના પિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નારણપુરા મીરા અંબિકા રોડ પર રહેતા વૃદ્ધના બે દીકરા છે.મોટો દીકરો ઓસ્ટ્રેલિયામાં એડીલેડ રહે છે,જ્યારે નાનો દીકરો સિડનીમાં રહે છે. ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સિડનીમાં રહેતા દીકરાને ભારતીય નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવી યુવકના મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટના આધારે કરોડો રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે હોવાનું કહી યુવકને ડરાવ્યો હતો. યુવકને વીડિયો કોલ પર હાજર રાખીને સતત નજર હેઠળ રાખ્યો હતો. તેને કેમેરા સામે જ રહેવા, કોઈને મળવાનું નહીં અને કોઈ સાથે વાતચીત નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સહકાર નહીં આપે તો ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરાવવાની અને ભારત આવશે ત્યારે એરપોર્ટ પરથી જ પકડાઈ જવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણને કારણે યુવક માનસિક રીતે ડરી ગયો હતો.ગઠિયાઓએ યુવકને સિડનીમાં નવો મોબાઈલ અને નવું સિમકાર્ડ લેવા પણ મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, તેના મોબાઈલ અને લેપટોપના ૈંઁ એડ્રેસ મેળવી લઈને તેના ફોન અને લેપટોપ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસના નામે તેની તમામ બેન્ક વિગતો મેળવી લેવામાં આવી અને ઓસ્ટ્રેલિયામાં આવેલા તેના એકાઉન્ટમાંથી ૨૫,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે અંદાજે ૧૪ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. નારણપુરા ખાતેની એક્સિસ બેન્કમાં રહેલી યુવકની ૩૪ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવીને ગઠિયાઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.સાયબર ગઠિયાઓ યુવકને ખાતરી આપતા હતા કે તપાસ પૂર્ણ થયા બાદ તમામ રકમ પરત આપવામાં આવશે, પરંતુ હકીકતમાં આ એક મોટી ઠગાઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution