લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026 |
2376
અમદાવાદ, શહેરમાં સિનિયર સિટીઝન અને વૃદ્ધ નાગરિકોને સાયબર ગઠિયાઓ ડિજિટલ એરેસ્ટ માટે સતત ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. વૃદ્ધને સાયબર ગઠિયાઓએ મની લોન્ડરીંગ કેસમાં નામ હોવાનું કહીને ૯.૪૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધ બીજા ૬ લાખ ટ્રાન્સફર કરવા ગયા ત્યારે બેંક મેનેજરે તેમને ટ્રાન્સફર કરતા અટકાવ્યા અને તેમની સાથે થયેલા ફ્રોડ અંગે જાણ કરી હતી. જેથી વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.વૃદ્ધએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના ૩ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન બની હતી. તેમને ‘સંદીપ રાવ’ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ઓળખ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે આપી હતી. ઠગે દાવો કર્યો હતો કે, વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ ઉદ્યોગપતિ નરેશ ગોયલ સાથે જાેડાયેલા હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં થયો છે અને ઝ્રમ્ૈં તેમની ‘ગુપ્ત’ તપાસ કરી રહી છે. ઠગબાજાેએ વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ વિડિયો કોલ દરમિયાન અંગ્રેજીમાં લખેલું એક નકલી ધરપકડ વોરંટ બતાવ્યું હતું. તેમણે વૃદ્ધને ધમકી આપી હતી કે, મની લોન્ડરિંગના કેસમાં જામીન મળતા નથી. વધુમાં, તેમને ડરાવવા માટે કહેવામાં આવ્યું હતું કે સાદા કપડામાં પોલીસ અધિકારીઓ તેમના ઘરની બહાર વોચ રાખી રહ્યા છે. વૃદ્ધ એટલા ગભરાઈ ગયા હતા કે, તેમણે આ વાત પરિવારને પણ ન જણાવી.ફંડ વેરિફિકેશન’ ના નામે ઠગોએ તેમના બેંક ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટની તમામ વિગતો મેળવી લીધી હતી.ધરપકડના ડરના કારણે વૃદ્ધએ ૪ ફેબ્રુઆરીના રોજ પોતાની પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. ૬.૫ લાખ અને કાલુપુર કો-ઓપરેટિવ બેંકમાંથી રૂ. ૨.૯ લાખ મળીને કુલ રૂ. ૯.૪ લાખ ઠગોએ આપેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ૬ ફેબ્રુઆરીએ જ્યારે ઠગોએ વધુ ૬ લાખ રૂપિયાની માંગણી કરી, ત્યારે વૃદ્ધ ફરી પંજાબ નેશનલ બેંક પહોંચ્યા હતા. પરંતુ ત્યાંના સતર્ક બેંક અધિકારીઓને આ વ્યવહાર પર શંકા ગઈ હતી. તેમણે ટ્રાન્ઝેક્શન અટકાવ્યું અને વૃદ્ધને સમજાવ્યું કે, તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છે.
આધેડના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે ૪.૪૦ લાખ ઉપાડ્યા
અમદાવાદના ફતેવાડીમાં રહેતા ૫૬ વર્ષીય લાલમહમંદ પઠાણે ફરિયાદ નોંધાવી છે કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તે મહારાષ્ટ્રથી બોલે છે તેમના એચડીએફસી બેન્કના ખાતામાંથી ૮૦,૦૦૦ અને ૩,૬૯,૦૦૦ એમ કુલ ૪.૪૦ લાખ કપાઈ ગયા છે. ફોન કાપ્યા બાદ તેમના પર વારંવાર અજાણ્યા નંબર પરથી ફોન આવતો હતો.થોડા સમય બાદ તેમના બેંકના ખાતામાંથી પૈસા કપાવવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેઓ બેંકમાં તપાસ કરવા ગયા ત્યારે જાણ થઈ કે તેમના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા ૪.૪૯ લાખ રૂપિયાનું ફ્રોડ થયું છે. આ અંગે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજીબાજુ નહેરુનગરમાં રહેતા દેવાંગ ભાવસારે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ડોક્ટર છે અને આંબાવાડી ખાતે ક્લિનિક ધરાવે છે. ૪ ફેબ્રુઆરીએ મોડી રાતના સમયે તેમના ક્લિનિકમાં કોઈ અજાણ્યા શખ્સે ઘૂસીને ક્લિનિકમાંથી લેપટોપ, આઇપેડ હિયરિંગ મશીન સહિતના સામાનની ચોરી કરી હતી આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.