સાબરકાંઠા વિજયનગર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, 2 ઘાયલ

પાલનપુર-

સાબરકાંઠા વિજયનગર નજીક આવેલા આતરસુંબા પાસે બે સામે સામે અથડાયા હતાં. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે કે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં પંપ પર પહેલી અકસ્માતની ઘટના બની હોવાથી આસપાસના વિસ્તારના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ 108 મારફતે ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

વિજયનગર પોલો ફોરેસ્ટની નજીક આતરસુંબા પાસે બે બાઈક સામે સામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત થયા હતાં, તેમજ અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં છે. જોકે અકસ્માત કયા કારણસર થયો તે અંગે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર જરૂરિયાતથી વધારે સ્પીડ હોવાના પગલે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution