દાહોદ: એક જ પરિવારના 5 સભ્યોની આત્મહત્યા, કારણ અકબંધ- પોલીસ તપાસ શરૂ
04, સપ્ટેમ્બર 2020

દાહોદ-

દાહોદ ખાતે એક જ પરિવારના ૫ સભ્યોની આત્મહત્યાના સમાચારે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. એક જ પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ દાહોદના સુજાઈબાગમાં સામુહિક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિ-પત્નીએ 3 બાળકો સાથે આત્મહત્યા કરી છે. જોકે આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી છે. પતિ પત્નીએ 3 બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. અગમ્ય કારણોસર પરિવારના સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. 

દાહોદ પોલીસે એક જ પરિવારના 5 સભ્યોએ કરેલી આત્મહત્યા મામલે તપાસ શરૂ કરી છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હજુ સુધી આ અંગેનું કોઇ કારણ બહાર જાણવા મળ્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution